Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

૯૩ વર્ષના દાદાને પાડોશમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ પત્ર લખ્યો

નવી દિલ્હી તા. ૯: કોરોના વાયરસના પ્રસાર વચ્ચે અનેક લોકો સેલ્ફ-આઇસોલેશનમાં રહી રહ્યા છે. વૃદ્ધો માટે આ સ્થિતિ અસહ્ય છે. આવામાં એક નાની બાળકીની એક નાનીશી ચેષ્ટાએ લોકોનાં દિલ જીતી લીધાં છે. તેણે પોતાની કાલીઘેલી ભાષામાં લખ્યું છે કે ઘરમાં એકલા રહેવું બહુ અઘરૃં છે, પણ તમે અત્યારે પોતાને એકલા માનતા નહીં, અમે બધા તમારી સાથે છીએ.

ટ્વિટર પર એક યુઝરે તેના ૯૩ વર્ષના દાદા અને તેમની પાંચ વર્ષની પાડોશમાં રહેતી છોકરી વચ્ચેનો પત્રવ્યવહાર શેર કરતાં કહ્યું છે કે મારા ૯૩ વર્ષના દાદા આઇસોલેશનમાં છે જેમને હાલમાં જ તેમની બાજુમાં રહેતી પાંચ વર્ષની પાડોશીનો પર મળ્યો છે. આ પત્રમાં તેણે દાદાજીના સારા આરોગ્યની કમના કરી છે. દાદાજીએ પણ પાડોશીની દીકરીને એવો જ પ્રેમાળ પત્રની ઇમેજ શેર કરી છે. આ પત્રવ્યવહાર વાંચીને અનેકોની આંખના ખૂણા ભીના થઇ ગયા હતા. હજારો વખત આ ટ્વીટ લાઇક અને રીપોસ્ટ થઇ છે.

(11:36 am IST)