Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પાકિસ્તાનમાં પણ તબ્લીગી સંમેલનથી હાહાકારઃ કેસમાં પ્રચંડ વધારો

માર્ચમાં રાવલપીંડીમાં લગભગ ૨.૫૦ લાખ લોકો મરકઝમાં ભેગા થયેલઃ રાવલપીંડીંમાં ૨ લાખ, પંજાબમાં ૧૦ હજાર લોકો કોરેન્ટાઈન

કરાંચીઃ કોરોના વિરૂધ્ધની જંગમાં તબ્લીગી જમાતના કારણે ફકત ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ કેસોની સંખ્યામાં વધારો થયો છે. જે રીતે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં હજારો તબ્લીગી ભેગા થયેલ તે જ રીતે પાકિસ્તાનના રાવલપીંડીમાં પણ ચેતવણીને અવગણીને વાર્ષીક સંમેલનમાં ભેગા થઈ કોરોના સંક્રમણ વધારવા જવાબદાર બનેલ. પાકિસ્તાનમાં પણ આલોચનાનો વરસાદ વરસ્યો છે.

પાકિસ્તાની અખબારના જણાવ્યા મુજબ ૧૦ માર્ચે તબ્લીગી જમાતના સંમેલનમાં ૭૦ થી ૮૦ હજાર લોકો એકત્ર થયેલ, જયારે જમાતે આ સંખ્યા ૨.૫૦ લાખથી વધુ હોવાનું જણાવેલ. જેમાં ૪૦ દેશોના ૩ હજાર વિદેશીઓ પણ હતા. પાકિસ્તાનમાં ૪૨૬૩ કેસ છે અને ૬૧ લોકોના મોત થયા છે.

રાવલપીંડીંમાં લગભગ ૨ લાખ લોકો હોમ કોરેન્ટાઈન છે. જમાતમાં સામેલ પંજાબના ૩૬ જીલ્લાના ૧૦,૨૬૩ને કોરેન્ટાઈન કરાયા છે. જયારે હજારોની તલાશ થઈ રહી છે. તબ્લીગી જમાતના ૫૩૯ લોકો સંક્રમિત મળ્યા છે. રાવલપીંડીના મરકઝમાંથી પણ  ૪૦૪ જમાતીઓ કોરોના ગ્રસ્ત છે.

(11:31 am IST)