Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અર્થ વ્યવસ્થામાં પ્રાણ ફુંકવા માટે

સરકાર ર.પ લાખ કરોડનું પેકેજ જાહેર કરશે

નવી દિલ્હી તા. ૯ :.. લોક ડાઉનથી પ્રભાવિત અર્થ વ્યવસ્થાને ઉગારવા માટે ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર એક મોટુ આર્થિક પેકેજ જાહેર કરી શકે છે. સુત્રો અનુસાર, આ જાહેરાત લોકડાઉન પુરૂ થતા પહેલા જ થઇ જશે. તેમાં ઉદ્યોગોને વિશેષ રાહત આપી શકાય છે. સરકારનું ધ્યાન સૌથી પ્રભાવિત સેકટરો એરલાઇન્સ, રીટેલ માર્કેટ, પર્યટન, ટુર એન્ડ ટ્રાવેલ, હોટલ ઉદ્યોગ ઉપરાંત લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર છે.

ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ અને એસોચૈમે ઉદ્યોગોને પુનર્જીવિત કરવા માટે સરકાર પાસે મોટા પેકેજની માગણી કરી છે.  સીઆઇઆઇની મુખ્ય અર્થશાસ્ત્રી વિદિશા ગાંગુલીએ જણાવ્યું કે અર્થ વ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા ઓછામાં ઓછા ૮ લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. જયારે એસોચૈમે ૧પ થી ર૦ લાખ કરોડના પેકેજની માગણી કરી છે. ભુતપુર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે પણ સંકેત આપ્યા હતા કે સરકારે રીઝર્વ બેંક પાસેથી લગભગ પાંચ લાખ કરોડ સુધીની  લોન લેવી પડશે.

પેકેજ માટે સરકારે રિઝર્વ બેંક પાસેથી લોન લેવી પડશે. તેના માટે તેણે નાણાંકીય ખાધ વધારવી પડશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ર૦ર૦-ર૧ માટે બજેટમાં સાડા ત્રણ ટકા ખાધનું અનુમાન કર્યુ હતું. પણ રીઝર્વ બેંક પાસેથી લોન લેવા માટે તેને ૩ થી ૪ ટકા વધુ વધારવામાં આવશે. દર એક ટકો ખાધ વધારવાથી સરકારને સવા બે લાખ કરોડની લોન મળશે.

(10:59 am IST)