Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અધધધ...૬૮ સેમ્પલ મોકલતું રાજકોટ આરોગ્યઃ જો કે ૬ર રીપોર્ટ નેગેટીવઃ કોરોના બહાર આવ્યા બાદ મોટી રેકર્ડ બ્રેક ઘટના

કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ આવ્યા બાદ રાજકોટની મોટી રેકર્ડ બ્રેક ઘટના બની છેઃ આજે રાજકોટ આરોગ્ય તંત્રે  એકી સાથે ૬૮ શંકાસ્પદ કેસના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતાઃ એમાં ૬પ તો રાજકોટના હતાઃ જો કે બપોરે ૧ર વાગ્યે ૬ર રીપોર્ટ નેગેટીવ આવ્યા છેઃ ૩ પેન્ડીંગ છેઃ જયારે રાજકોટ-રૂરલમાં ર અને ૧ અન્ય જીલ્લાનો પણ પેન્ડીંગ હોવાનું જાહેર કરાયું હતું: આ ૬૮ માંથી ૩૭ પુરૂષ અને ૩૧ સ્ત્રીનો સમાવેશઃ ૧૦ બાળકોના સેમ્પલ પણ મોકલાયાઃ જેમાં ૧૧ વર્ષના બે બાળકોનો સમાવેશઃ બાકી ૬ સેમ્પલનો રિપોર્ટ સાંજે આવશે

(3:22 pm IST)