Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના હોટસ્પોટઃ મ.પ્રદેશના ૩ શહેરઃ યુપીના ૧૫ જિલ્લાના ૧૦૦થી વધુ અને દિલ્હીના ૨૦ વિસ્તારોને સીલ

સંક્રમણનો વધતો ખતરો જોઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે

નવી દિલ્હી,તા.૯:દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને પગલે એક તરફ લોકડાઉનનો સમય વધારવા માટે કેટલાક રાજયો અપીલ કરી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ પણ સર્વપક્ષીય બેઠકમાં આ અંગે સંકેત આપ્યો છે. દરમિયાનમાં દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારે પોત-પોતાના રાજયોમાં કોરોનાના કેસો વધતા કેટલાક વિસ્તારો સીલ કરી દીધા છે. મધ્ય પ્રદેશે તો ૩ શહેરો- ઈંદોર, ભોપાલ અને ઉજ્જેનને સંપૂર્ણ રીતે સીલ કરી દીધા છે. તો ઉત્ત્।ર પ્રદેશે ૧૫ જિલ્લાના ૧૦૦થી વધુ અને દિલ્હીએ ૨૦ સ્પોટને સીલ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ૧૪ જિલ્લા કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. ઈન્દોરમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૧૭૦, ભોપાલમાં ૯૬, ઉજ્જેનમાં ૧૩, ખરગોનમાં ૧૨ અને મુરૈનામાં ૧૨ છે. કોરોના વાયરસના કારણે ભારતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૫૫૦૦ જેટલો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હાલતને સોશિયલ ઈમરજન્સી ગણાવી હતી. હવે સંક્રમણનો વધતો ખતરો જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં બુધવારે રાત સુધીમાં આશરે ૬૬૯ પોઝિટિવ મામલાઓ સામે આવ્યા છે. બુધવારે જે ૯૩ નવા કેસ સામે આવ્યા છે. તે નિઝામુદ્દિન મરકઝના છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે. આ પરિસ્થિતિ જોઈ દિલ્હીએ ૨૦ સ્પોટને સીલ કરી દીધા છે.

(9:54 am IST)