Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

પાકિસ્તાનમાં ડોકટરો અને આરોગ્યકર્મીઓ પાસે સલામતી સાધનોની અછત :કોરોના સંક્રમિત ડોક્ટરોએ હોસ્પિટલ-સોસાયટીમાં કરી તોડફોડ

તબીબો હોસ્પિટલમાં તબીબી સુવિધાઓના અભાવને કારણે ગુસ્સે થયા હતા

પાકિસ્તાનમાં કોરોના વાયરસ સામે લડતા ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ  સલામતી ઉપકરણો (પી.પી.ઈ.) ની અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છે  પંજાબ પ્રાંતના મુઝફ્ફરગઢમાં કોરોના પોઝીટીવ મળતા 11 યુવા તબીબોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તેઓને આમાં વિશ્વાસ ન હતો અને તેઓએ એક રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કર્યોહતો

. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, અગિયાર યુવા તબીબોએ કોરોના પોઝિટિવને લીધે રેસેપ તાયિપ એર્ડોગન હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલની સંપત્તિને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. વિંડોઝનો ગ્લાસ તોડ્યો અને ફર્નિચર પણ તોડી નાખ્યું. આ તબીબો હોસ્પિટલમાં તબીબી સુવિધાઓના અભાવને કારણે  ગુસ્સે થયા હતા.

હોસ્પિટલમાં તોડફોડ બાદ ડોકટરો  નજીકના અલ્લામા ઇકબાલ રેસિડેન્સિયલ સોસાયટીમાં પહોંચ્યા હતા અને ત્યાં પણ તોડફોડ શરૂ કરી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટની બાતમી પર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોક્ટરોને સમજાવ્યું હતું કે તેઓ સમાજમાં ચેપ ફેલાવી શકે છે જ્યાં રહેવાસીઓને તેમની સમસ્યા સાથે કંઈ લેવાદેવા નથી.

હોસ્પિટલ મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તમામ ડોકટરો ડીજી ખાનની એક હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પ્રોટોકોલ મુજબ પોતાના માટે અલગ રૂમની માંગ કરી હતી. આથી હોબાળો થતાં આ તબીબોને ડીજી ખાનની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
રેસેપ તાયિપ એર્દોગન હોસ્પિટલ મેનેજમેન્ટે આ ઘટનાનો રિપોર્ટ પંજાબ પ્રાંતના આરોગ્ય સચિવને મોકલ્યો છે. અલ્લામા ઇકબાલ સોસાયટીના રહીશોમાં આ ચેપનો ભય છે. જો કે, પોલીસે કહ્યું છે કે ડોકટરો સોસાયટીની અંદર ગયા નહોતા, પરંતુ તેના દ્વાર પર રોકાયા હતા.

(1:07 am IST)