Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઉત્તર પ્રદેશ, દિલ્હી બાદ હવે મધ્યપ્રદેશ સરકારે લીધો નિર્ણંય :ત્રણ મોટા શહેરો કરશે સંપૂર્ણ સીલ

કોરોના સંક્રમણવાળા ઇન્દોર, ભોપાલ અને ઉજ્જૈનને સંપૂર્ણ રીતે સીલ કરી દેવાયા

 

ભોપાલ : કોરોનાને લઇને ઉત્તર પ્રદેશ, દિલ્હી બાદ મધ્ય પ્રદેશે મોટો નિર્ણય લીધો છે. રાજ્યનાં ત્રણ શહેરો ઇન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં કોરોના પોઝિટિવ કેસની વધતી સંખ્યાથી ચિંતિત શિવરાજ સરકારે ગુરુવારથી શહેરોને સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

 મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નિર્દેશ આપ્યો કે કોરોના સંક્રમણવાળા ઇન્દોર, ભોપાલ અને ઉજ્જૈનને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવે. સાથે બીજા જિલ્લાઓમાં પણ સંક્રમિત ક્ષેત્રોને સીલ કરવામાં આવે

   સીએમે કહ્યું કે, ક્ષેત્રોમાં જિલ્લા વહીવટી તંત્ર આવશ્યક વસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરે અને આવન-જાવન પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવે. ઉપરાંત જરૂરી હોવા પર સામાનની હોમ ડીલીવરીની વ્યવસ્થા કરવાની જવાબદારી આપવામાં આવી છે. .

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જનતાને આગ્રહ કર્યો છે કે સંક્રમણથી બચવા માટે દરેક વ્યક્તિ માસ્ક લગાવીને ઘરેથી બહાર નીકળે. ઉલ્લેખનીય છે કે ઇન્દોરમાં અત્યાર સુધી કુલ 213 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે અને આમાંથી 16 લોકોનાં મોત થયા છે. તો ઉજ્જૈનમાં કોરોનાથી અત્યાર સુધી 5 લોકોનાં પણ મોત થયા છે. ઉપરાંત ભોપાલમાં કોરોનાનાં 94 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

(12:01 am IST)
  • પોરબંદરના કોરોના સંક્રમિત મહિલા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી : કોરોના પોઝિટિવ 48 વર્ષના મહિલા સંપૂર્ણ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા : ઘરે પહોંચતા લતાવાસીઓએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું : મહિલાએ કહ્યું હિંમત રાખી કોરોના સામે લડવું : આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે access_time 9:56 pm IST

  • રાજકોટના ૬૨ રીપોર્ટ નેગેટીવ : ૩ રીપોર્ટ પેન્ડીંગઃ મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલની જાહેરાત access_time 12:14 pm IST

  • એપ્રિલ ર૦-ર૧ના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ર૦૦ કોન્ટ્રેકટ ઉપરના ક્રિકેટરોની ઓનલાઇન ફીટનેસ ટેસ્ટ લેશે access_time 4:41 pm IST