Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના ૩૪૩ મામલા, ૧પ જિલ્લા હોટસ્પોટ થયા સીલ

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારએ ૧પ જિલ્લામાં હોટ સ્પોટના રૂપમાં ચિન્હીત કરાયેલ કોરોના વાયરસ સંક્રમણથી અત્યાધિક પ્રભાવિત ક્ષેત્રોને ૧પ એપ્રીલ સુધી સીલ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશમાં અત્યાર સુધી કોવિડ-૧૯ના ૩૪૩ દર્દી છે.

વિડીયો કોન્ફ્રેસિસ દ્વારા થયેલ વાતચીતના આધાર પર હોટસ્પોટને ચિન્હીત કરવામાં આવ્યા છે. આ જગ્યા પર ફકત હોમ ડીલીવરીની અનુમતિ હશે. એમણે કહ્યું કે રાજયના અન્ય ક્ષેત્રોમાં લોકડાઉન ચાલુ રહેશે. પોલિસ મહાનિર્દેશકએ કહ્યું જે જગ્યા પર બિમારીનો પ્રસાર થઇ શકે છે એને પૂરી રીતે સીલ કરવામાં આવેલ છે.

(12:00 am IST)