Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

યુ.કે.માં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલી " મિસ ઇંગ્લેન્ડ " ભાષા મુખરજી : ડોક્ટરની ડિગ્રી ધરાવતી સુંદરી કોરોના વાઇરસ સામે જંગે : 2019 ની સાલમાં મિસ ઇંગ્લેન્ડ નો ખિતાબ મેળવ્યો હતો

લંડન : ભારતના કોલકત્તાની વતની તથા બ્રિટનમાં સ્થાયી થયેલી 24 વર્ષીય યુવતી ભાષા મુખરજીએ  કોરોના વાઇરસ સામે આરોગ્ય સેવા આપવાનું શરૂ કરી દીધું છે.2019 ની સાલમાં તેને મિસ ઇંગ્લેન્ડનો ખિતાબ મળ્યો હતો.તે ડોક્ટરની ડિગ્રી ધરાવે છે.તથા પ્રવર્તમાન કપરા સંજોગોમાં સેવા આપવા માટે તે કોલકત્તાથી  બ્રિટન પહોંચી ગઈ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)