Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

૨૫૦ પરિવારને ભોજન પુરૂ પાડયું : ઇન્ડો અમેરીકન કલ્ચરલ સોસાયટી, નોર્થ અમેરીકાનું સ્તુત્ય પગલુ

આપણા સમાજ ને ભોજન પહોંચાડવુ તે ખરેખર સન્માન જનક કાર્ય છે સૌ પહેલા તો હું લેબોન હોસ્પિટાલીટી ગ્રુપના શ્રી યોગી પટેલ, કેક કોર્નરના શ્રી પી.કે. નાયક, લા ફેશન ઇન્કેન્ડના શ્રી સ્મિતા વસંત જયભારત રેસ્ટોરન્ટના શ્રી ચંદ્રકાંત પટેલ અને પાયોનીયર રીયલરીના પરીમલ શાહનો આભાર માનવા માંગુ છું.

૨૫૦ કુટુંબોને ભોજન પુરૂ પાડવામાં મદદરૂપ થનાર એયુએચએસડીના દરેક સભ્યો, એલ્બોસ મેક એન અને દરેક શિક્ષકો તથા સ્વયંસેવકો સૌનો આભાર હવે પહેલા કરતા પણ વધુ આપણે આપણા સમુદાયને આ કપરા સમયમાં મદદરૂપ થવાનું ચાલુ જ રાખશું. આ તબકકો અમારા સુધી દાન પહોંચાડનાર દરેક દાતાનો ખુબ ખુબ આભાર માનીયે છીએ ઉત્તર અમેરીકાની ઇન્ડિયન કલ્ચર સોસાયટીએ એક મહિનાનું ભોજનનું દાન આપ્યું છે. ચાલો આપણે આ સરવાણી વહેતી રાખી છે.

જો કોઇને ભોજનની જરૂરીયાત હોયતો લા પાલ્મા, જોન એફ કેનેડી હાઇ ખાતે અમારો સંપર્ક કરી આ કાર્યમાં જોડાઇ શકે છે. (દર બુધ અને શુક્રવારે) ઇન્ડો અમેરીકન કલ્ચરલ સોસાયટી, નોર્થ અમેરીકા દ્વારા મોકલાયેલ અખબારી યાદીશ્રી યોગી પટેલ દ્વારા)

 

(3:57 pm IST)
  • જામનગર લેબ,માં આવેલ તમામ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ : જામનગર લેબમાં કુલ 13 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતા : જામનગરના-2,મોરબીના-7,પોરબંદરના 2 અને દ્વારકાનું એક સેમ્પલ પરીક્ષણ માટે આવેલ access_time 7:14 pm IST

  • પોરબંદરના કોરોના સંક્રમિત મહિલા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી : કોરોના પોઝિટિવ 48 વર્ષના મહિલા સંપૂર્ણ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા : ઘરે પહોંચતા લતાવાસીઓએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું : મહિલાએ કહ્યું હિંમત રાખી કોરોના સામે લડવું : આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે access_time 9:56 pm IST

  • મહારાષ્ટ્રમાં ભયજનક સ્પીડથી કોરોના વધ્યોઃ કેટલાક વરિષ્ઠ IAS ઓફીસરોને તેમના ઘર રહેવાના આદેશ અપાયા access_time 1:05 pm IST