Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ પ્રેસ કોન્ફ્રન્સમાં ગુસ્સે થઈને સૅનેટાઇઝરનો બોટલ કાઢીને પત્રકારો પર છટકાંવ કર્યો

પૂર્વ સૈન્ય કમાન્ડર પ્રયુત અસામાન્ય વ્યવહાર અને ખરાબ સ્વભાવને કારણે બદનામ

 

બેંગકોકઃ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓચાએ બેંગકોકમાં સાપ્તાહિક સંવાદદાતા સંમેલન દરમિયાન ગુસ્સે થઈ સામે ઉભેલા પત્રકારો પર સેનેટાઇઝર છાંટી દીધું હતું. મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને લઈને અંતિમ સવાલથી ગુસ્સે થયેલા પ્રધાનમંત્રીએ સંવાદદાતાઓને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે એક સેનેટાઇઝરની બોટલ કાઢી અને સામે રહેલા પત્રકારો પર છંટકાવ કર્યો હતો

વર્ષ 2014માં ચૂંટાયેલી સરકારના તખ્તાપલટ કર્યા બાદ સત્તામાં આવેલા પૂર્વ સૈન્ય કમાન્ડર પ્રયુત અસામાન્ય વ્યવહાર અને ખરાબ સ્વભાવને કારણે ઓળખવામાં આવે છે. પૂર્વમાં પણ મીડિયા સાથે વાતચીત દરમિયાન એક પત્રકારની વાત સાંભળી કેમેરામેન પર તેમણે કેળાની છાલ ફેંકી દીધી હતી.

  થાઈલેન્ડની સેના પ્રમુક રહેલા પ્રયુત ચાન-ઓ-ચા 2014માં તખ્તાપલટ કરી દેશની સત્તા હસ્તગત કરી હતી. તેમના નેતૃત્વમાં 2016માં થાઈલેન્ડનું નવુ બંધારણ તૈયાર થયું હતું. જેમાં ઘણા એવા નિયમ બનાવવામાં આવ્યા જે માનવાધિકારની વિરુદ્ધ છે. તેમાં સરકાર અને રાજાની આલોચના કરનારને ગંભીર સજા આપવાની જોગવાઈ છે. થાઈલેન્ડમાં 2019માં ચૂંટણી થઈ હતી. જેમાં પ્રયુતની પાર્ટીને જીત મળી હતી. પરંતુ લોકોનો આરોપ છે કે સરકારે પોતાની શક્તિનો ગેરઉપયોગ કરી ચૂંટણીમાં જીત હાસિલ કરી હતી. ત્યારથી તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

(12:29 am IST)