Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ખેડૂત આંદોલનમાં ગરમી: કૂલર, ઈન્વર્ટર, ફ્રિઝ, પંખા અને ટીવીની પણ ખેડૂતોએ વ્યવસ્થા કરી

ગરમીથી બચવા હવે ટેન્ટની જગ્યાએ ઝોપડી જેવા ઘર પણ બનાવવામાં લાગ્યા

 નવી દિલ્હી : ખેડૂત આંદોલનને 100 દિવસથી વધુ દિવસો થયા છે ખેડૂત ઠંડીના દિવસોમાં દિલ્હીની સીમાઓ પર પહોંચ્યા હતા. પરંતુ હવે ગરમી આવી ગઈ છે. ખેડૂતોએ આવનારી ગરમીને જોતા હાલથી જ બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે ખેડૂત આંદોલનને ખત્મ કરવાના પ્રશ્ન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આ આંદોલન વિચારથી ઉભો થયો છે. તેથી આ કંઈ એમ જ ખત્મ થઈ જશે નહીં.

દિલ્હીને અડીને આવેલી વિવિધ બોર્ડરો પર આંદોલન માટે સ્થાયી થયેલા ખેડુતોએ ગરમીથી બચવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. ખેડૂતોએ પોતાના રહેવા માટે કૂલર, ઈન્વર્ટર, ફ્રિઝ, પંખા અને ટીવીની પણ વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં કેટલાક ખેડૂતોએ ગરમીથી બચવા માટે એસી સુધીની વ્યવસ્થા કરી લીધી છે. તે ઉપરાંત હવે ટેન્ટની જગ્યાએ ઝોપડી જેવો ઘર પણ બનાવવામાં આવી રહ્યાં છે, જેથી ગરમીથી બચી શકાય.

આને લઈને જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યું કે હવે ગરમી આવી રહી છે અને ખેડૂત ક્યાર સુધી બેસેલા રહેશે. તેના જવાબમાં રાકેશ ટિકૈતે કહ્યું કે, આ વિચારથી ઉત્પન્ન થયેલું આંદોલન છે. તેથી આને કંઈ એવી રીતે જ ખત્મ કરવામાં આવશે નહીં. આ આંદોલનને ગોળી-દંડાથી પણ ખત્મ કરી શકાશે નહીં. આ આંદોલન વિચારથી જ ખત્મ થશે અને ખેડત પોતાની માંગો મનાવીને જ પરત જશે.

ઉપરાંત ટિકૈતે કહ્યું કે, સરકારે એમએસપી રહેવાની વાત કરી છે. હવે ઘઉંની કાપણીનો સમય થઈ ગયો છે. જ્યારે ઘઉંને કાપવામાં આવશે તો અમે તેને લઈને સંસદ પર જશે. અમને ખબર પડી ગઈ છે કે, માર્કેટ ક્યા છે. ત્યાં જોઈશું કે, અમારા ઘઉં એમએસપી પર વેચાય છે કે, નહીં. આગળ ટિકૈતે કહ્યું કે, સંસદ સૌથી સારી મંડી છે અને ત્યાં વ્યાપારી પણ બેસે છે. તેથી અમે અમારા પાકને સંસદમાં જ વેચીશું. સાથે જ ટિકૈતે તે પણ કહ્યું કે, વડાપ્રધાને કહ્યું છે કે, ખેડૂત પોતાના પાકને મંડી બહાર પણ વેચી શકે છે. તેથી ખેડૂતો માટે સંસદ સૌથી સારી જગ્યા છે.

(12:12 am IST)