Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

દિલ્હી એનસીઆરમાં વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો

દિલ્હી-નોઇડાની સાથે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં પણ વરસાદ

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆર તથા આસપાસના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-નોઇડાની સાથે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં પણ વરસાદના સમાચાર છે. પાછલા કેટલાક દિવસથી વધી રહેલા તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે લોકોને વધી રહેલી ગરમીથી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરમાં  અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં 12 માર્ચે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી

   રાજધાનીમાં સવારે ગરમી હતી. ન્યૂનતમ તાપમાનની સાથે અધિકતમ તાપમાનથી પણ લોકોને મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ રાત્રે આઠ કલાક બાદ હવામાનમાં પલટો શરૂ થયો. વાદળોની સાથે વિજળી થવા લાગી. 15થી 20 મિનિટ પવનની આંધી ચાલી હતી. પાલમ, દ્વારકા, પશ્ચિમી દિલ્હીમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. વરસાદની સાથે ઠંડી હવા શરૂ થતા ગરમીમાં ઘટાડો થયો હતો.

દિલ્હી નોઇડા ગાઝિયાબાદ ફરીદાબાદ ગુરુગ્રામ, ઇજ્જર, મેવાત, પલવલ અને સોનીપતમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમી વિક્ષોભને કારણે દિલ્હી-એનસીઆરમાં ગરમીથી સામાન્ય રાહત મલી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે

(11:43 pm IST)