Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : અલ-બદ્ર ચીફ ગન્નીને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો

સોપોરના તુજ્જર વિસ્તારમાં અથડામણમાંસુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો : સર્ચ ઓપરેશન હજુ ચાલુ

જમ્મુ-કાશ્મીરના સોપોરના તુજ્જર વિસ્તારમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા કર્મચારીઓએ અલ-બદ્ર ચીફ ગન્નીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. કાશ્મીરના આજીપી વિજય કુમારે જણાવ્યું કે, આ દરમિયાન ઘટના સ્થળેથી વિસ્ફટકો સહિત મોટી માત્રામાં અન્ય હથિયાર મળી આવ્યા છે.

 તેમને જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીમાં જ સૂચના મળ્યા પછી સુરક્ષા દળોએ બારામુલા જિલ્લાના તુજ્જર વિસ્તારના શેરપોરામાં ઘેરાબંદી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરતા સર્ચ ઓપરેશન અથડામણમાં બદલાઈ ગઈ હતી. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં અલ-બદ્ર ચીફ ગની ખ્વાઝાને ઠાર મારવામાં આવ્યો હતો. વિજય કુમારે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન હજું પણ ચલાવવામાં આવી રહ્યો છે.

(11:09 pm IST)