Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પશ્ચિમ બંગાળના ડીજીપી વિરેન્દ્રની બદલી : ચૂંટણી અયોગનો આદેશ : આઇપીએસ પી નિરજનયનને ડીજીપી બનાવાયા

હવે ચૂંટણી આયોગના આ નિર્ણયથી એક વખત ફરીથી ઘમાસાણ શરૂ થઈ શકે

પશ્ચિમ બંગાળ ચૂંટણીન લઈને પ્રચાર જોર પકડી રહ્યું છે આ વચ્ચે  ચૂંટણી આયોગે પશ્ચિમ બંગાળના ડીજીપી વિરેન્દ્રની બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ આઈપીએસ પી નિરજનયનને ડીજીપી બનાવવામાં આવ્યા છે. હવે ચૂંટણી આયોગના આ નિર્ણયથી એક વખત ફરીથી ઘમાસાણ શરૂ થઈ શકે છે. કેમ કે, ટીએમસી પહેલા જ આવા આરોપ લગાવી ચૂકી છે.

સીએમ મમતા બેનર્જીએ હાલમાં જ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવેલા ચૂંટણી આયોગના અધિકારીને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમને આરોપ લગાવ્યો છે કે, અધિકારી બીજેપી નેતાઓના ઈશારા પર કામ કરી રહ્યાં છે. પરંતુ હવે ચૂંટણી પંચના આ નિર્ણય પછી ટીએમસી અને સીએમ મમતા બેનર્જી એક વખત ફરીથી શાબ્દિક હુમલો કરી શકે છે

આનાથી પહેલા જ્યારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પશ્ચિમ બંગાળમાં હુમલો થયો હતો. તે પછી કેન્દ્રએ ત્રણ આઈપીએસ અધિકારીઓને દિલ્હી બોલાવી લીધા હતા. કેન્દ્રીય મંત્રાલય તરફથી બંગળાના મુખ્ય સચિવે ત્રણ આઈપીએસ અધિકારીઓને કેન્દ્રીય ડેપુટેશન માટે મોકલવા માટે કહ્યું હતુ. પરંતુ મમતા બેનર્જીએ આવું કરવાથી સ્પષ્ટ ઈન્કાર કરી દીધું. ટીએમસી નેતાઓએ આરોપ લગાવ્યા છે કે, બીજેપી સત્તાનો દુરપયોગ કરીની પોલીસ અધિકારીઓ પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

ચૂંટણી આયોગ વોટિંગથી પહેલા કાનૂન વ્યવસ્થાને લઈને ચૂંટણી પંચ રાજ્યોમાં ફેરફાર કરી શકે છે અને પોલીસ અધિકારીઓની તૈનાતી અથવા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ પશ્ચિમ બંગાળ રાજકીય રમત ખુબ જ વધારે આક્રામક થઈ ગઈ છે. એવામાં આયોગના આ નિર્ણય ઉપર પણ કોઈ નવો વિવાદ જરૂર ઉભો થઈ શકે છે. જોકે, અત્યાર સુધી ટીએમસી તરફથી કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

(10:58 pm IST)