Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

એર ઈન્ડિયાને ખરીદવાની લિસ્ટમાથી કર્મચારીઓ બહાર :હવે ટાટા ગ્રુપ અને સ્પાઈસજેટ પ્રમોટર અજય સિંહ રેસમાં

ઈન્ટરપ્ટ્સે પોતાનું નામ પરત ખેંચ્યુ: હવે ટાટાની હોઈ શકે છે એર ઈન્ડિયા

નવી દિલ્હી :એર ઈન્ડિયાને ખરીદવાની લિસ્ટમાં હવે બે નામ સામે આવી રહ્યાં છે. બોલી લગાવનારાઓમાં ટાટા ગ્રુપ અને સ્પાઈસજેટ પ્રમોટર અજય સિંહ તે નામ છે, જે એર ઈન્ડિયાને ખરીદવા માંગે છે. TOIના રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયા કર્મચારીઓનો ડાયરેક્ટર મીનાક્ષી મલિકના નેતૃત્વમાં બનેલ જૂથને પણ લાયક બોલી લગાવનારાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં નથી.

એર ઈન્ડિયાના ફાઉન્ડર ટાટા ગ્રુપને જ એક વખત ફરીથી એર ઈન્ડિયા વેચી શકાય છે. બોલી લગાવનારાઓમાં ટાટા જ સૌથી મજબૂત નામ ઉભરીને સામે આવી રહ્યું છે.

ન્યૂયોર્ક સ્થિત ઈન્ટરપ્ટ્સે એર ઈન્ડિયાની બોલીથી પહેલા જ પોતાનું નામ પરત લઈ લેવામાં આવ્યો હતો. જ્યારે સ્પાઈસજેટ અને અજય સિંહે પણ અત્યાર સુધી એર ઈન્ડિયાએ બોલી પર કંઈક જ કહ્યું નથી. આનો મતલબ તે કાઢવામાં આવી રહ્યો છે કે, અજય સિંહ વ્યક્તિગત સ્તર પર કોઈ અન્ય પાર્ટનરશીપમાં એર ઈન્ડિયાને ખરીદવા વિશે વિચારી રહ્યાં છે. તે ઉપરાંત અન્ય કોઈ બોલીને લઈને જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી.

સરકાર ઈચ્છે છે કે, એર ઈન્ડિયાનું બધુ જ વિનિવેશ આગામી નાણાકીય વર્ષ સુધી થઈ જશે.

ડાયરેક્ટર મીનાક્ષી મલિકે બોલી લગાવનાર લગભગ 200 કર્મચારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે, કર્મચારીઓના સમૂહની બોલીને સ્વીકારવામાં આવી નથી અને અધિગ્રહણની પ્રક્રિયાથી તેમને બહાર કરી દેવામાં આવ્યા છે.

આનાથી પહેલા ન્યૂયોર્કના ઈન્ટરપ્ટ્સ જૂથે દાવો કર્યો હતો કે, એર ઈન્ડિયાના કર્મચારીઓ સાથે મળીને એર ઈન્ડિયા માટે બોલી લગાવવા માંગે છે. ઈન્ટરપ્ટ્સ ગ્રુપના ચેરમેન લક્ષ્મી પ્રસાદે કહ્યું કે, “અમે એર ઈન્ડિયાના કર્મચારીઓને સમર્થન આપવાની કોશિશ કરી પરંતુ અમારી વાત કર્મચારીઓની વધારે પડતી આશાઓના (માંગો) કારણે બની શકી નહીં.”

(9:55 pm IST)