Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઉત્તરાખંડમાં કોંગ્રેસના નારાયણ દત્ત સિવાય કોઈ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને 70 માંથી 57 ધારાસભ્યોના સમર્થન છતાં કાર્યકાળ અધૂરો

ઉત્તરાખંડ રાજ્યના ગઠન બાદથી અત્યાર સુધીમાં પ્રદેશની રાજનીતિમાં પર્વતો જેવી અસ્થિરતા જોવા મળી રહી છે. માત્ર વીસ વર્ષ પહેલા ઉત્તરાખંડ રાજ્યના ગઠન બાદથી અત્યાર સુધથીમાં પાંચ સરકારો આવી પરંતુ માત્ર કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી જ પોતાના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા. વર્તમાન મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત 70 માંથી 57 ધારાસભ્યોના સમર્થન સાથે મુખ્યમંત્રી હતા. પરંતુ તેઓ પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહી.

ઉત્તરાખંડની પહેલી સરકાર વચગાળાની સરકાર હતી. નવેમ્બર 2000માં તત્કાલિન ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હતું ત્યારે ઉત્તરાખંડ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ધારાસભ્યોને લઈને સરકાર બની હતી. ભાજપ પાસે તે સમયે બહૂમતિ હતી અને નિત્યાનંદ સ્વામી પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. શરૂઆતથી જ અસ્થિરતા શરૂ થઈ ચુકી હતી અને એક વર્ષથી પણ ઓછા સમયમાં તેમણે ખુરશી પરથી હટવું પડ્યું હતું.

તે બાદ રાજ્યમાં ભગતસિંહ કોશિયારિ, બીસી ખંડૂરી, રમેશ પોખરિયાલ, વિજય બહૂગુણાં, હરિશ રાવત જેવા નેતાઓ મુખ્યમંત્રી તરીકે આવ્યા પરંતુ પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નહી અને અંતે ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ ચાર વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યાં બાદ પોતાનું પદ છોડવું પડ્યું.

રાજ્યની રાજકિય અસ્થિરતા વચ્ચે કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી જ એકમાત્ર એવા મુખ્યમંત્રી રહ્યાં જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય, કોંગ્રેસે સામાન્ય બહૂમતિ સાથે સરકાર બનાવી 70માંથી 36 ધારાસભ્યો સાથે નારાયણ દત્ત તિવારી મુખ્યમંત્રી બન્યા અને નબળી સરકાર છતાં તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો.

(8:16 pm IST)