Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

' કોવિદ -19 ' : કોલકતા-દિલ્હી ફ્લાઇટમાં માસ્ક પહેરવાનો ઇનકાર : દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સમક્ષ સૂઓ મોટો પિટિશન દાખલ : બધા મુસાફરોએ માસ્ક પહેર્યા હતા, પણ અમુક મુસાફરોએ નાકની નીચે પહેર્યા હતા : માસ્કને યોગ્ય રીતે પહેરવામાં અનિચ્છા દર્શાવી રહેલા પેસેન્જર્સ વિરુદ્ધ કોર્ટે નારાજગી દર્શાવી : કોવિદ -19 પ્રોટોકોલ પાલન માટે માર્ગદર્શિકા જારી કરવા આદેશ કર્યો

ન્યુદિલ્હી : કોલકતા-દિલ્હી ફ્લાઇટમાં અમુક પેસેન્જરોએ માસ્ક પહેરવાનો ઇનકાર કરતા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સમક્ષસૂઓ  મોટો પિટિશન દાખલ કરાઈ હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટએ નોંધ્યું હતું કે  બધા મુસાફરોએ માસ્ક પહેર્યા હતા, પણ અમુક  મુસાફરોએ નાકની નીચે પહેર્યા હતા . આથી માસ્કને યોગ્ય રીતે પહેરવામાં અનિચ્છા દર્શાવી રહેલા પેસેન્જર્સ વિરુદ્ધ કોર્ટે નારાજગી દર્શાવી હતી.તથા કોવિદ -19 પ્રોટોકોલ  પાલન માટે માર્ગદર્શિકા જારી કરવા આદેશ કર્યો હતો.

કોલકાતા-નવી દિલ્હીની ફ્લાઇટમાં અમુક મુસાફરોએ કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાનો ઇન્કાર  કરતા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ, જસ્ટિસ સી હરિ શંકર કે જેઓ  આ ફ્લાઇટમાં મુસાફરી કરી હતી, તેમણે  સુઓ મોટો અરજી કરી હતી.તેઓએ ખુદે મુસાફરોને વારંવાર વિનંતીઓ કરી હતી . કેબીન કૃએ પણ જણાવ્યું હતું કે તેમણે દરેક મુસાફરોને માસ્ક પહેરવા વિનંતી કરી હતી .તેમ છતાં મુસાફરોના અક્ક્ડ વલણને કારણે તેઓ લાચાર હતા. આથી ન્યાયધીશસી. હરિશંકર સૂઓ મોટો અરજી કરવા મજબુર બન્યા હતા.

આથી નામદાર કોર્ટે તમામ એરલાઇન્સ તેમજ ડીજીસીએ દ્વારા તાત્કાલિક કોવિદ -19 પ્રોટોકોલ અંગે  પાલન માટે માર્ગદર્શિકા જારી કરવા આદેશ કર્યો હતો. આગામી મુદત 17 માર્ચના રોજ રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)