Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

મોંઘવારી ભથ્થા ટૂંક સમયમાં ચૂકવાશે : 1લી જૂલાઇથી ભથ્થામાં 4 ટકાના વધારાને કેબિનેટની મંજૂરી મળી

ભથ્થાના ત્રણે હપ્તા બને એટલા ટૂંકાગાળામાં ચૂંકવી દેવામાં આવશે

નવી દિલ્હી:કોરોના કાળમાં કેન્દ્ર સરકારે અટકાવેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના DA અને DRના ત્રણે હપ્તાને ટૂંક સમયમાં ચૂકવવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રિય નાણાં વિભાગે મંગળવારે આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનર્સની રોકવામાં આવેલા ભથ્થાના ત્રણે હપ્તા બને એટલા ટૂંકાગાળામાં ચૂંકવી દેવામાં આવશે. સાથે-સાથે એમ પણ જણાવ્યું હતું કે પહેલી જૂલાઇ 2021થી ભથ્થા પર લાગૂ થનારી વધારા સાથે ભથ્થા ચૂકવવામાં આવશે.

નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોરોના સંકટ દરમિયાન અટકાવેલા મોંઘવારી ભથ્થાથી 37,430.08 કરોડ રુપિયાની બચત કરી હતી. જેનો ઉપયોગ કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સના મોંઘવારી રાહત ભથ્થાની 1 જાન્યુઆરી 2020, 1 જૂલાઇ 2020 અને 1 જાન્યુરી 2021ના હપ્તાઓને રોકવામાં આવ્યા હતા. વર્તમાન સમયમાં સરકારી કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થા ચૂકવવામાં આવે છે અને મોદી મંત્રીમંડળે એમાં 4 ટકાના વધારાને મંજૂરી આપી હતી. જેનાથી મોંઘવારી ભથ્થા 21 ટકા થશે, આ વધારો પહેલી જૂલાઇ 2021થી લાગૂ કરવામાં આવશે.

(7:59 pm IST)