Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

મમતા બેનરજીનો નંદીગ્રામમાં ભાજપને પડકાર : જે હિન્દૂ મુસ્લિમ કરી રહ્યા છે સાંભળી લે, પગ ખેચીને જૂઠ ના બોલો,

ચૂંટણી પછી જોઇશ જીભમાં કેટલુ જોર છે. મીઠાઇ ખાવો જીભની કડવાશ દૂર થશે

કોલકતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી લડાઇ નંદીગ્રામમાં લડાવાની છે. મમતા બેનરજીએ એક નજસભાને સંબોધિત કરતા નંદીગ્રામ આંદોલનની યાદ અપાવી હતી. મમતા બેનરજીએ કહ્યુ કે, કોઇ ભાગલા પાડવાનો પ્રયાસ કરશે. આવા લોકોની વાત ના સાંભળો. હું પોતાનું નામ ભૂલી શકુ છું પરંતુ નંદીગ્રામને નથી ભૂલી શકતી.

મમતા બેનરજીએ કહ્યુ કે, જ્યારે નંદીગ્રામમાં આંદોલન થઇ રહ્યુ હતું તો મારા ઘરે કાલી પૂજા થતી હતી. જે રીતે 14 માર્ચે ગોળી ચાલી હતી, તે બધાને યાદ છે. હું નંદીગ્રામ એકલી જઇ રહી હતી. મને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. રાજ્યપાલે મને ફોન કરીને કહ્યુ હતું કે રાત્રે તમારે નંદીગ્રામ ના જવુ જોઇએ. તમામ અત્યાચાર છતા હું પાછળ ના હટી. મારી ઉપર ગોળી પણ ચલાવવામાં આવી હતી પરંતુ હું બંગાળ માટે ઉભી રહી. આ દરમિયાન એવા ઘણા લોકોએ અમારી સાથે હોવુ જોઇતુ હતું પરંતુ તે ના આવ્યા.

મમતાએ કહ્યુ કે સિંહુર ના હોવાથી નંદીગ્રામનું આંદોલન ના થાત. હું ગામની દીકરી છું. મે પહેલા જ વિચારી રાખ્યુ હતું કે આ વખતે નંદીગ્રામ અથવા સિંગુરથી ચૂંટણી લડીશ. તમે લોકોએ મને સ્વીકારી છે, માટે નંદીગ્રામ આવી છું. જો તમને મારૂ અહીથી ચૂંટણી લડવાનું ખોટુ લાગે છે તો હું ઉમેદવારી દાખલ નહી કરૂ. તમારા લોકોની સ્વીકૃતિ બાદ જ ઉમેદવારી નોંધાવીશ. આ દરમિયાન મમતા બેનરજીએ સ્ટેજ પર જ ચંદીપાઠ કર્યો હતો.

ભાજપના હિન્દૂ કાર્ડ પર મમતા બેનરજીએ કહ્યુ કે, હું સવારે ચંદીપાઠ કરીને ઘરેથી નીકળુ છું. હું ચંદીપાઠ સંભળાવી રહી છું. જે હિન્દૂ મુસ્લિમ કરી રહ્યા છે સાંભળી લે, પગ ખેચીને જૂઠ ના બોલો, આવનારા દિવસોમાં નંદીગ્રામનું મૉડલ તૈયાર કરીશ. એક એપ્રિલે તેમને એપ્રિલ ફૂલ કરી દેજો. 1 એપ્રિલે ખેલા થશે. ચૂંટણી પછી જોઇશ જીભમાં કેટલુ જોર છે. મીઠાઇ ખાવો જીભની કડવાશ દૂર થશે.

મમતા બેનરજીએ કહ્યુ કે, ભાજપ જૂની સીપીએમને અહી લઇને આવી છે, જેમણે તમારી પર અત્યાચાર કર્યો હતો, તેમણે અહી ઘુસવા ના દેતા. આ વખતે મહાશિવરાત્રિ અહી મનાવીશ, જળ ચઢાવીને અહીથી જઇશ. મહત્વપૂર્ણ છે કે મમતા બેનરજી ત્રણ દિવસ નંદીગ્રામમાં રહેશે. 10 માર્ચે ઉમેદવારી નોંધાવશે. મમતા બેનરજીનો મુકાબલો ભાજપના સુવેંદુ અધિકારી સામે છે, જે ક્યારેક મમતા બેનરજીના ઘણા નજીક હતા.

(6:32 pm IST)
  • અખિલ ભારતીય સાધુ સમાજના સદસ્‍ય, કચ્‍છ સાધુ સમાજના અધ્‍યક્ષ અને નાથ સંપ્રદાય સાથે જોડાયેલ કચ્‍છના યોગી શ્રી પૂજ્‍ય દેવનાથ યોગીજીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો access_time 11:31 am IST

  • તમે બહુવિધ વેબસાઇટ્સ પર COVID-19 રસીકરણ માટે નોંધણી કરાવી શકો છો તેવા સમાચાર ખોટા છે! ફક્ત બે જ અધિકૃત પ્લેટફોર્મ છે - https://cowin.gov.in વેબસાઈટ અને એરોગ્ય સેતુ એપ્લિકેશન જ્યાં તમે રસીકરણ માટે પોતાની નોંધણી કરી શકો છો. access_time 4:21 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો : નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : એક્ટિવ કેસ પણ ઘટયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,353 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,44,624 થઇ :એક્ટિવ કેસ 1,84,555 થયા વધુ 16,606 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,97,486 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,966 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 8744 નવા કેસ નોંધાયા access_time 1:08 am IST