Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા મુદ્દે રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો

વધતા ભાવ વધારા સામે વિપક્ષોનો વિરોધ : વિપક્ષના નેતાએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે ચર્ચાની કરેલી માગણી અધ્યક્ષે ફગાવતા વિપક્ષો જોરદાર વિફર્યા

નવી દિલ્હી, તા. : રાજ્યસભામાં સોમવારના રોજ દિવસની શરૂઆતમાં ત્રણ નવા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્રણેય સભ્યો ભાજપના છે. બે ગુજરાતના અને એક આસામના સાંસદનું રાજ્યસભામાં સત્તાવાર સ્વાગત થયું હતું.

પછી રાજ્યસભામાં વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલના બેકાબૂ બનેલા ભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના કારણે ગૃહનું વાતાવરણ તંગ બની ગયું હતું. વિપક્ષના સાંસદોએ પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવ વધારા મુદ્દે સરકારને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો.

સભાપતિ વૈકેયા નાયડુએ રાજ્યસભામાં કહ્યું હતું કે વિપક્ષના નેતા ખડગેએ તેમને નિયમ ૨૬૭ અંતર્ગત બીજી કામગીરી સૃથગિત કરીને પેટ્રોલ-ડીઝલની ચર્ચા માટેની વિનંતી કરતી અરજી કરી છે, પણ સ્વીકારવામાં આવી નથી. જાહેરાત પછી વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષના નેતા ખડગેએ આરોપ લગાવ્યો હતો કે પેટ્રોલ-ડીઝલના મર્યાદ ભાવ વધારામાંથી કેન્દ્ર સરકારે ૨૧ લાખ કરોડની કમાણી કરી લીધી છે. લોકો પરેશાન છે ને સરકાર નફાખોરી કરી રહી છે એવા નિવેદન પછી ભારે હોબાળો થયો હતો.

રીતે લોકસભામાં પણ વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવવધારા માટે ચર્ચા કરવાની માગણી કરી હતી. લોકસભામાં બે સીટિંગ અને સાત પૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પછી તુરંત હોબાળો થયો હતો. વાતાવરણ ભારે તંગ થઈ જતાં એક દિવસ માટે લોકસભા સૃથગિત કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.

દરમિયાન ગૃહના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં એવો પણ દાવો થયો હતો વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્રને ટૂંકાવવામાં આવી શકે છે. નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેમને લોકસભાની કાર્યવાહી કરતાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવામાં વધારે રસ છે.

ઘણાં પક્ષોએ રાજ્યસભાના ચેરમેન અને લોકસભા સ્પીકરને સત્ર વહેલું સમાપ્ત કરવાની વિનંતી કરી છે. આગામી દિવસોમાં અંગે બંને ગૃહોમાં નિર્ણય લેવાશે. સત્ર ૮મી એપ્રિલ સુધી ચાલવાનું છે, પણ ઘટાડીને ૨૭મી માર્ચ કરવાની વિનંતી થઈ છે.

(7:28 pm IST)