Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

યેદિયુરપ્પા સરકારની મહિલાઓને ભેટ

કર્ણાટકમાં મહિલાઓને બાળકોની દેખભાળ માટે છ મહિનાની રજા મળશે

બેંગુલુરૂ, તા. ૯ : કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે મહિલાઓ માટેે બાળકની દેખભાળ માટે છ મહિનાની રજા ઘોષણા કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ ર૦ર૧-રરનું બજેટ રજુ કરીને કહ્યું કે રાજય સરકારની નોકરી કરતી મહિલાઓને નવજાત બાળકની દેખભાળ માટે છ મહિનાની રજા આપવાનો પ્રસ્તાવ કર્યો છે.

મુખ્યમંત્રી એ આ અવસર પર મહિલાઓ સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમ માટે ૩૭,૧૮૮ કરોડ રૂપિયાના અનુદાનની પણ ઘોષણા કરવામાં આવી કર્ણાટક વિધાનસભામાં ર૦ર૧-રરનું બજેટ રજુ કરીને યેદિયુરપ્પાએ બેંગલુરૂ તથા અન્ય શહેરોમાં આવેલ આંગણવાડીઓ વિકાસ કરીને શહેરી કામકાજી મહિલાઓની સુવિધા માટે પારણા ઘર બનાવવાની પણ ઘોષણા કરી છે.

તેઓએ કહ્યું કે પ્રત્યેક જીલ્લા કેન્દ્ર આવેલ બે પ્રમુખ સરકારી કાર્યાલયો પર આ પ્રકારના બાળકોની દેખભાળ માટે પારણાઘર ખોલવામાં આવશે. તેની સાથે વધુ એલાન પણ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજય સરકારની મહિલા કર્મચારીઓને માતૃત્વની રજા સહિત કુલ છ મહિનાના બાળકની દેખભાળની રજા આપવામાં આવશે. માતૃત્વ રજા આપવાની વ્યવસ્થા પહેલાથી જ છે. મહિલાઓના કલ્યાણની દિશામાં આ એક અનુપુરક પગલું છે. આ ઉપરાંત યેદિયુરપ્પાએ મહિલા સ્વયં સહાયતા સમુહો, મહિલા, ઉદ્યમીઓને મંડલસ્તર પર વાર્ષિક મેળાનું આયોજન કરીને ઉત્પાદનોને બજાર સમર્થન આપશે. તેની સાથે જ ઇબજાર સુવિધાને અમલમાં લવાશે.

(12:58 pm IST)