Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં અમેરિકી કંપનીની ફાઇઝર અને ચીની કંપનીની સિનોવિકની વેક્સીન અસરકારક

ન્યૂ ઈંગ્લેન્ડની લેબના અભ્યાસમાં ફાઈઝર રસી વાયરસના નવા P1 સ્ટ્રેન પર અસરકારક હોવાનો દાવો

નવી દિલ્હી : બ્રાઝિલમાં પણ આ નવા સ્ટ્રેનના કોરોના વાયરસના કેસો સામે આવતાં આખા વિશ્વમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. આ વાયરસના ઈલાજ અર્થે તેના પર 2 અલગ અલગ અભ્યાસ હાથ ધરાયા હતા, જેમાં એ વાત સામે આવી છે કે અમેરિકાની ફાઈઝર અને ચીની કંપનીની સિનોવિક રસી કોરોના વાયરસના આ સ્ટ્રેનને માત આપવા માટે અસરકારક નીવડી શકે તેમ છે. ન્યૂ ઈંગ્લેન્ડની એક લેબના અભ્યાસમાં ફાઈઝર રસી વાયરસના નવા P1 સ્ટ્રેન પર અસરકારક હોવાનો દાવો કરાયો છે. આ સ્ટ્રેન સૌથી પહેલા બ્રાઝિલમાં જોવા મળ્યો હતો.

આના પહેલાં રિસર્ચરોએ આ રસીને બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાવાયરસ સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે એમ પુરવાર કરી હતી. જોકે દક્ષિણ આફ્રિકામાં જે વાયરસનો પ્રકાર હતો, તેના પર આ રસીની અસર થોડી ઓછી થઈ હતી. એવામાં બ્રાઝિલમાં જોવા મળેલા વાયરસના P1 સ્ટ્રેન પર ચીની કંપનીની સિનોવિક બાયોટેક રસી અસરકારક સાબિત થઈ છે, જેને ચકાસવા માટે બ્રાઝિલમાં નાનાં-મોટાં અધ્યયનો પણ કરવામાં આવ્યાં હતાં.

(12:49 pm IST)