Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજયસભાના સાંસદ તરીકે રામભાઇ મોકરીયાએ શપથ લીધા

ઉપરાષ્‍ટ્રપતિ વેકૈયા નાયડુએ શપથ ગ્રહણ કરાવ્‍યા

રાજકોટ તા. ૯ : સૌરાષ્‍ટ્રના પોરબંદરના ભાજપના રાજયસભાના સભ્‍ય શ્રી રામભાઇ મોકરિયાએ ગઇકાલે રાજયસભામાં શપથ લીધા હતા.

પોરબંદરના વતની અને કુરીયરના વ્‍યવાસાય સાથે સંકળાયેલા રામભાઇ મોકરિયાએ રાજયભાના સાંસદ તરીકે શપથ લેતા તેમને બિરદાવાયા હતા. રાજયસભાના સાંસદ તરીકે મારૂતિ કુરીયર પ્રા.લી.ના ચેરમેન રામભાઇ મોકરિયાની બિનહરીફ પસંદગી થઇ છે. ત્‍યારે રાજયસભા ખાતે ઉપરાષ્‍ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ એમ.વેકૈયાનાયડુએ રામભાઇને સદસ્‍યના રૂપમાં શપથ લેવડાવ્‍યા હતા. કાનુનવિદ્દના રૂપમાં તે તેમના કર્તવ્‍યોનું પાલન કરીને નિયમો અને પ્રક્રિયાઓને બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ રહેશે અને સત્ર દરમિયાન દરરોજ સંસ્‍થાની ગરીમાં વધે તેવા કાર્યો કરીશ તેમ કહીને શપથ લીધા હતા.

ત્‍યારબાદ તેમણે જણાવ્‍યું હતું કે, ભારતની જનતાની સેવા કરવાનો અવસર આપવા  બદલ હું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, અમીતભાઇ શાહ, જે.પી.નડ્ડા સહિત સૌ કોઇનો હું આભારી છું.

(11:50 am IST)