Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગોરખપુરમાં આવેલી મુબારકખાન સાહિદની દરગાહના ડિમોલિશન પર સુપ્રીમ કોર્ટનો સ્ટે : ઉત્તર પ્રદેશ સરકારનો ખુલાસો માંગ્યો

ગોરખપુર : સુપ્રિમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે આવેલી મુબારક ખાન સાહિદની દરગાહના કોઈપણ બાંધકામને તોડવા ઉપર સ્ટે  આપ્યો છે.તથા આ અંગે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી ખુલાસો  માંગ્યો  છે.

જસ્ટિસ નવીન સિંહા અને  ક્રિષ્ના મુરારીની ડિવિઝન બેંચે આ મામલે ઉત્તર પ્રદેશ રાજ્યને નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટના 10 ફેબ્રુઆરી 2021 નાચુકાદાને પડકારતી  વિશેષ અરજી દાખલ કરવામાં આવી છે .તથા ડિમોલિશનના હુકમને રદ કરવા માટે દાદ માંગવામાં આવી  છે.

અરજીમાં જણાવાયું છે કે દરગાહમાં સંત મુબારક ખાન સાહિદની સમાધિ છે. અને  સમાધિની દક્ષિણ બાજુ મસ્જિદ છે. જે મુસ્લિમ સમુદાય દ્વારા પ્રાચીન સમયથી બંદગી માટે ઉપયોગ કરવામાં આવે છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)