Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

થાણેમાં અશાગાંવ વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ : 12 ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી

મહારાષ્ટ્ર: થાણેમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ, અહીં મંગળવારે સવારે થાણેના આશાગાંવ વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભારે આગ લાગી છે. આગના લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. ત્યારે ઘટનાની માહિતી મળતાની સાથે બચાવ કાર્ય માટે 12 ફાયર ફાઈટરની ગાડી રવાના કરવામાં આવી હતી, જે હવે ઘટના સ્થળે પહોંચી ગઈ છે 

(11:02 am IST)