Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રેલવે સ્ટેશન પર મુસાફરોને પીવડાવાતું હતું શૌચાલયનું પાણી

સ્ટેશન માસ્તરને કરાયા સસ્પેન્ડ

નવી દિલ્હી,તા.૯:  મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ગરોઠ રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પાઈપલાઈન શૌચાલયની પાઇપ સાથે જોડાયેલી જાણવા મળતાં રેલવે સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અંગે કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અજય કુમાર પાલે જણાવ્યું હતું કે, આ ઘટના ૧ માર્ચે સામે આવી હતી.

અજય કુમાર પાલે જણાવ્યું કે, એક પ્રાઇવેટ કંપનીના સ્વચ્છતા કર્મીએ શૌચાલયની પાઈપને પીવાના પાણીની ટાંકી સાથે જોડી દીધી હતી. જે બાદ તેને સફાઈ કરીને પીવા લાયક બનાવવામાં આવી છે. જે બાદ રેલવે એડમિનિસ્ટ્રેશને તપાસ કરીને સ્ટેશન માસ્ટર અને સફાઈ કર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મામલો સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલથયા બાદ સામે આવ્યો હતો. જેના પાંચ દિવસ બાદ વેસ્ટ સેન્ટ્રલ રેલવેએ ૫ માર્ચના રોજ આ મામલે તપાસ કર્યાનું કહ્યું હતું.

આ મામલે યાત્રી સુવિધાની તપાસ દરમિયાન રેલવેના કોટા મંડલમાંથી સામે આવ્યો હતો. અગાઉ ન્યુઝ ૧૮ રાજસ્થાને જણાવ્યું હતું કે, ઘણા યાત્રીઓએ રેલવેની ગેરજવાબદારી અને યાત્રીઓના સ્વાસ્થ્ય અંગે સવાલ ઉઠાવ્યા હતા.

(10:34 am IST)