Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સાસરામાં પત્નિને કોઈએ પણ માર માર્યો તો પતિ જવાબદાર

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલોઃ આરોપી પતિને કોર્ટે ફટકારવા લગાવતા ખખડાવ્યો કે કયા પ્રકારના મર્દ છો ? પત્નિને ક્રિકેટના બેટથી માર મારો છો : કોર્ટની ટિપ્પણી...મહિલાને સાસરા પક્ષમાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો પતિ જવાબદાર છેઃ પછી ભલે માર સાસુ-સસરા કે અન્ય કોઈએ માર્યો હોયઃ કોર્ટે આરોપી પતિની આગોતરા જામીન અરજી ફગાવી

નવી દિલ્હી, તા. ૯ :. પોતાની પત્નિની ધોલાઈના આરોપી વ્યકિતની સુપ્રિમ કોર્ટે ધરપકડથી પહેલા જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. અદાલતે જણાવ્યુ છે કે, જો સાસરા પક્ષમાં મહિલાને માર મારવામાં આવે તો તેને થયેલી ઈજા માટે મુખ્યત્વે તેનો પતિ જવાબદાર રહેશે ભલે પછી સગાવ્હાલાઓએ માર માર્યો હોય. અદાલત જે શખ્સની અરજી પર સુનાવણી કરી રહી હતી તે તેના ત્રીજા લગ્ન હતા અને મહિલાના બીજા.

લગ્નના એક વર્ષ બાદ ૨૦૧૮માં તેઓને એક બાળક થયુ હતું. ગયા વર્ષે જૂનમાં મહિલાએ લુધીયાણા પોલીસમાં પતિ અને સાસરા પક્ષવાળાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ હતો કે દહેજની વધતી માંગણી પુરી ન કરી શકવા બદલ તેને તેના પતિ, સસરા અને સાસુએ ખૂબ માર માર્યો હતો.

જ્યારે પતિના વકીલ કુશાગ્ર મહાજને આગોતરા જામીન પર ભાર મુકયો તો મુખ્ય ન્યાયધીશ બોબડેના નેતૃત્વવાળી બેન્ચે કહ્યુ હતુ કે તમે કયા પ્રકારના મર્દ છો ? તેની પત્નિનો આરોપ છે કે તમે ગળુ દાબી તેનો જીવ લેવાના હતા. તેનુ એમ પણ કહેવુ છે કે તમે પરાણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. તમે કયા પ્રકારના મર્દ છો કે પત્નિને ક્રિકેટના બેટથી માર મારો છો.

જ્યારે વકીલ મહાજને કહ્યુ હતુ કે મારા કલાયન્ટના પિતાએ બેટથી મહિલાની પીટાઈ કરી હતી તો અદાલતે કહ્યુ હતુ કે આનાથી ફર્ક નથી પડતો કે તમે પતિ હતા કે તેના પિતા હતા કે જેમણે કથીત રીતે બેટથી તેમની ધોલાઈ કરી હતી. જ્યારે સાસરા પક્ષમા મહિલાને યાતના આપવામાં આવે છે તો મુખ્યત્વે જવાબદારી પતિની બને છે. અદાલતે એ શખ્સની અરજી ફગાવી દીધી હતી.

પંજાબ અને હરીયાણા હાઈકોર્ટે પણ પતિને આગોતરા જામીન આપ્યા ન હતા. હાઈકોર્ટમાં મહિલાએ ફરીયાદ કરી હતી કે ૧૨ જૂન ૨૦૨૦ના રોજ રાત્રે ૯ વાગ્યે પતિ અને તેના પિતાએ મને ક્રિકેટના બેટથી માર માર્યો હતો. જેમાં મારી સાસુ પણ સામેલ હતી. ધોલાઈ કર્યા બાદ નરાધમોએ મારૂ ગળુ દાબી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને સસરાએ જાન લેવા માટે મારા ચહેરા પર તકીયો પણ રાખ્યો હતો બાદમાં મને ઘરમાંથી કાઢી મુકી હતી. બાદમાં મારા પિતા અને ભાઈ ત્યાં પહોંચ્યા હતા અને મને હોસ્પીટલે લઈ ગયા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સાસરા પક્ષમાં માર મારવાને કારણે મને બે વખત ગર્ભપાત પણ થઈ ગયો હતો.

મેડીકલ રીપોર્ટ નિહાળવ્યા બાદ હાઈકોર્ટે કહ્યુ હતુ કે તેને ૧૦ જગ્યાએ ઈજા થઈ છે. જેમાં પાંચ મોઢા અને માથા પર છે અને એક યોની પર અને ગળા પાસે અનેક લાલ ચાંભા છે. મેડીકલ એકસપર્ટના જણાવ્યા પ્રમાણે ૧૦માંથી ૮ ઈજા કોઈ ધારદાર હથીયારથી થઈ હતી. હાઈકોર્ટે આગોતરા અરજી ફગાવતા કહ્યુ હતુ કે મહિલાનો જીવ લેવા પ્રયાસ થયો હતો.

(10:27 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો : નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : એક્ટિવ કેસ પણ ઘટયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,353 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,44,624 થઇ :એક્ટિવ કેસ 1,84,555 થયા વધુ 16,606 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,97,486 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,966 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 8744 નવા કેસ નોંધાયા access_time 1:08 am IST

  • કેન્દ્ર સરકારે દેશની ૪૪ કંપનીઓને ડિફેન્સ ક્ષેત્રમાં એફડીઆઈની મંજૂરી આપી: આ કંપનીઓ સીધું વિદેશી રોકાણ સ્વીકારી શકશે: એફડીઆઈ અંતર્ગત કંપનીઓને ૪૧૯૧ કરોડ રૂપિયા મળે તેવી શક્યતા: આ રકમ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ખર્ચાશે: રોકાણમાંથી એરક્રાફ્ટ, ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમ વગેરેનું દેશમાં જ નિર્માણ થઈ શકશે access_time 1:07 am IST

  • જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના ૪૫૨ પોઈન્ટ ઉભા કરાશે: ઉનાળામાં પાણી માટે પ્રાણીઓને ભટકવું ન પડે તે માટે વન વિભાગનું આયોજન: પ્રાણીઓ માટે મધુવંતી, હિરણ, શિંગોડા, મછુન્દ્રી, રાવલ ડેમમાં પાણી આરક્ષિત access_time 12:59 am IST