Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

દિલ્હીમાં જેપી નડ્ડાને મળ્યા સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત : કાલે દેહરાદૂનમાં મળશે ભાજપના ધારાસભ્યોની બેઠક

તમામ ભાજપના ધારાસભ્યોને કાલે દહેરાદૂનમાં રહેવા કહેવાયું

ઉત્તરાખંડમાં રાજકિય ગતિવિધિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે  બીજી બાજુ ઉત્તરાખંડ ધારાસભ્ય દળની બેઠક મંગળવારે દહેરાદૂનમાં મળશે.

રાજ્યના તમામ ભાજપના ધારાસભ્યોને કાલે દહેરાદૂનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી સ્થિત મુખ્યમંત્રી ઓફિસથી ઉત્તરાખંડના દરેક ધારાસભ્યોને આ બાબતે સુચના આપી દેવામાં આવી છે. પહેલા સોમવારે બપોરે 4 વાગ્યે દરેક ધારાસભ્યોને મંગળવારે દિલ્હી આવવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેમને દેહરાદૂનમાં જ ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

જ્યારે આ તરફ આજે રાત્રે ઉત્તરાખંડના મુખ્યમંત્રી દિલ્હી સ્થિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. તે પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતે અનિલ બલૂની સાથે મુલાકાત કરી.

(12:00 am IST)