Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મકાનની પાસે મળેલા વિસ્ફોટકોની તપાસ NIA કરશે

ઘરની બહાર મળેલા વિસ્ફોટકોનું ગુંચવાતું કોકડું : ઘટના સામે આવ્યા બાદ કારના માલિકનું શંકાસ્પદ મૃત્યુ જેથી મુંબઈ પોલીસ પણ સવાલના ઘેરામાં આવી ગઈ છે

મુંબઇ, તા. : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં ઘરનાં પાસે ઉભેલી કારમાં વિષ્ફોટકો મળી આવ્યાની તપાસ હવે એટીએસ નહીં પંરંતું નેશનલ ઇન્ટેલીજન્ટ એજન્સી એટલે કે એનઆઇએ કરશે, એનઆઇએ ટુંકમાં ફરીથી કેસ નોંધાવવાની પ્રક્રિયામાં છે, અત્રે ઉલ્લેખનિય છે કે અંબાણીનાં ઘરની બહાર જે  કારમાં વિષ્ફોટકો રાખવામાં આવ્યા હતાં.

તે કારનાં માલિકની પણ કેટલાક દિવસ પહેલા લાશ મળવાથી તેનાથી રહસ્ય વધુ ઘેરાયું હતું, ત્યાર બાદ મુંબઇ પોલીસ પણ સમગ્ર કેસ અંગે સવાલોનાં કઠેડામાં આવી આવી ગયો હતો, વિપક્ષ બિજેપી કેસની તપાસ એનઆઇએને સોંપવાની માંગ કરી રહી હતી.

મુકેશ અંબાણીનાં ઘરની બહાર ઉભેલી જે કારમાંથી વિષ્ફોટકો મળી આવ્યા હતા, તે કારનાં માલિક હિરેન મનસુખનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું, હવે રાજ્યસભા સાંસદ સંજય રાઉતએ પણ કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારની છબિ અને પ્રતિષ્ઠા માટે જરૂરી છે કે હીરેન મનસુખનાં મોતનું રહસ્ય ઉકેલાયહાલ તો અંબાણીનાં ઘરની બહાર ગયા મહિને મળેલી કાર અને જિલેટીન સ્ટીકને મુંબઇ પોલીસે ફોરેન્સિક એનાલિસીસ માટે મોકલવામાં આવી છે, મુંબઇનાં કલીનામાં સ્થિત ફોરેન્સિંક લેબોરેટરીમાં કારની તપાસ કરવામાં આવશે.

(9:45 am IST)