Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

યુ.એસ.માં તામિલનાડુ ફાઉન્ડેશન હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ૨૪ ફેબ્રુ.ના રોજ 'વેલેન્ટાઇન ડે' ઉજવાયોઃ ડાન્સ,ફેશન શો, ફિલ્મીગીતો, સહિત વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયો

હયુસ્ટનઃ યુ.એસ.માં તામિલનાડુ ફાઉન્ડેશન હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ૨૪ ફેબ્રુ.૨૦૧૯ના રોજ ''વેલેન્ટાઇન ડે''ની ઉજવણી કરવામાં આવી હતી.

ઉજવણી અંતર્ગત જુદા જુદા ગૃપ દ્વારા વિવિધ ડાન્સ રજુ કરાયા હતા. તથા સુપ્રસિધ્ધ ફિલ્મોના કપલ ગીતો રજુ કરાયા હતા. તથા ફેશન શોનું આયોજન કરાયું હતું.

બાદમાં તામિલનાડુ ફાઉન્ડેશન સંચાલિત વિવિધ પ્રવૃતિઓ વિષે ઉપસ્થિતોને જાણકારી આપવામાં આવી હતી. તથા કોમ્યુનીટી ક્ષેત્રે વિશિણ યોગદાન આપનાર કોમ્યુનીટી કપલ્સને પૂષ્પગૂચ્છ અર્પણ કરી સન્માન કરાયું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)