Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આધારકાર્ડ માટે ૨૦ રૂપિયા આપવા પડશે

નવી દિલ્હી તા.૯: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુરૂવારે એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસ અનુસાર આધાર સર્વિસનો ઉપયોગ કરનાર ખાનગી કંપનીને દરેક વ્યકિતના આધારની તપાસ માટે ર૦ રૂપિયા આપવા પડશે તેમ જ યુનિક આઇડી ઓથેન્ટિફિકેશન માટે ૫૦ રૂપિયા આપવા પડશે. સરકારી કંપની અથવા સરકારી કર્મચારીઓને આમાંથી બાદ કરવામાં આવશે. તેમણે આધાર કાર્ડના કોઇ પણ કામ માટે પૈસા આપવાના નહીં રહે.

પ્રત્યેક ઇ-કેવાયસી ટ્રાન્ઝેકશન માટે ૨૦ રૂપિયા ટેકસ સહિત અને ઓથેન્ટિફિકેશન ટ્રાન્ઝેકશન માટે ૫૦ રૂપિયા આપવા પડશે. જો ૧૫ દિવસ કરતાં વધુ દિવસ થયા તો પૈસા પર વ્યાજ લાગશે આવું પણ નોટિસમાં જાહેર કરવામાં આવ્યું છે. પેૈસા અથવા વ્યાજ ન આપતાં ઓથેન્ટિફિકેશન અને ઇ-કેવાયસી સર્વિસ બંધ કરી શકાશે નહીં એવી જાહેરાત પણ કરવામાં આવી છે. આધાર એકસમાં સંશોધન કરવા માટે કેન્દ્ર સરકારે ૨૮ ફેબ્રુઆરીએ એક અધ્યાદેશ કાઢયો હતો. આ અધ્યાદેશ પર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચીફ એડ્મિનિસ્ટ્રેટિવ ઓફિસર ભૂષણ પાંડેયએ સહી કરી હતી. (૧.૨૦)

(3:20 pm IST)