Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

૨૬/૧૧ મુંબઇ હુમલા બાદ જ

બાલાકોટનું નામોનિશાન મટી જાત : મનમોહને હુમલાની મંજુરી ન્હોતી આપી

મુંબઇ હુમલા બાદ આર્મી પાકિસ્તાનને પાઠ ભણાવવા તૈયાર હતી : ઘડી હતી વ્યાપક યોજના પણ...

ઙ્ગનવી દિલ્હી તા. ૯ : જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટના જે આતંકી કેમ્પ પર કહેર વર્તાવ્યો હતો. તેનું નામોનિશાન ૧૦ વર્ષ પહેલા જ મિટાવી દેવામાં આવ્યું હતું. મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ આતંકી હુમલા બાદ જ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ મળીને પાકિસ્તાનને સબક શીખડાવાની વ્યાપક યોજના પણ બનાવામાં આવી હતી.જેમાં બાલાકોટને લડાકુ વિમાનથી ઉડાડી દેવાનું પણ સામેલ હતુ. પરંતુ મનમોહન સિંહના નેતૃત્વવાળી તત્કાલીન યુપીએ સરકારે સેનાને આ કાર્યવાહીની મંજૂરી આપી નહોતી.

સેનાના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે પુલવામા બાદ અંદાજે દસ વર્ષ પહેલા બનેલી અંદાજે આ યોજના નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી હાલની એનડીએ સરકારની સામે રાખવામાં આવી હતી. જેને પૂર્ણ કરવાની મંજૂરી આપીને મોદી સરકારે આતંકી વિરુદ્ઘ લડાઈનો નવો માપદંડ તૈયાર કરી દીધો છે. સેનાની ખુફિયા એકમના જણાવ્યા મુજબ, દસ વર્ષ પહેલા મુંબઈ હુમલાના સમય પણ બાલાકોટ આતંકી ઠેકાણા પાકિસ્તાની એજન્સીઓની સંપૂર્ણ રીતે સક્રિય હતો.

જોકે મુંબઈ હુમલા લશ્કર-એ તોઇબાનો હાથ હતો અને બાલાકોટનો આ કેમ્પ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. પરંતુ સેનાએ તે સમએ પાકિસ્તાનને સબક શીખડાવવા માટે નવી વ્યાપક યોજના હેઠળ તેની સરપરસ્તીવાળા દરેક આતંકી સંગઠનો વિરુદ્ઘ એક સાથે મોર્ચો ખોલવાનો નિર્ણય લીધો હતો. આ યોજનાને પરવાન ચડાવા માટે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણનની સાથે ત્રણેય તત્કાલીન સેનાએ પ્રમુખોની અનેક બેઠકો પણ થઇ.

આ બેઠકોમાં હુમલાંના અંતિમ માળખું તૈયાર કરી લેવામાં આવ્યું હતું. પરંતુ તે દરમ્યાન ભારત અને અમેરિકા વચ્ચે પરવાન ચડી રહેલી ઐતિહાસિક સિવિલ પરમાણુ કરારની કવાયત આદિ આવી છે. તત્કાલીન યુપીએ સરકારે દેશને ઉર્જાના ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવના હેતુથી અમેરિકી રાષ્ટ્રપતિ જયોર્જ બુશની સાથે એ કવાયત શરૂ કરી હતી.(૨૧.૮)

(11:54 am IST)