Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ગુજરાતમાં પહેલીવાર દરગાહમાં થયું ગૌશાળાનું નિર્માણ :ઘર-ઘરમાં ગાય પાળવા આપ્યો સંદેશ

કરજણ રોડ પર પિંગલવાડા ગામમાં પાદરાના એકલબારાના ટ્રસ્ટ દ્વારા નિર્મિત ગૌશાળાનું પૂ,મોરારીબાપુના હસ્તે ઉદ્ધઘાટન :સાંસદ અહેમદ પટેલ સહિતના ઉપસ્થિત

 

વડોદરા :ગુજરાતમાં પહેલીવાર દરગાહમાં ગૌશાળાનું નિર્માણ થયું છે એક દરગાહે ગૌશાળાનું નિર્માણ કરીને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે પાદરાના એકલબારા ગામ સ્થિત કયામુદિન દરગાહ 300 વર્ષ જૂની છે હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ દરગાહથી ઘર ઘર ગાય  પાળવા સંદેશ સાથે વ્યસન મુક્તિનો સંદેશ અપાયો છે

  અલકબારા ગામની દરગાહ દ્વારા કરજણ રોડ પર પિંગળવાળા ગામમાં ગૌશાળાનું નિર્માણ થયું છે ઉદ્ધઘાટન પ્રસંગે કથાકાર મોરારિયાબાપુ ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓના હસ્તે ગૌશાળાનું ઉદ્ધઘાટન કરાયું હતું

  પ્રસંગે રાજ્યસભા સાંસદ અહમદ પટેલએ દરગાહની વર્ષો જૂની પરંપરા આગળ ધપાવવાણ કામ માટે પીરઝાદાના કાર્યના વખાણ કર્યા હતા પાદરા વિસ્તારના ડાભાષા રોડ સ્થિત રંગફાર્મમાં ઉદ્ધઘાટન સમારોહ આયોજિત કરાયોઃ હતો પ્રસંગે ગૌશાળા જમીન દાન આપનારા દાતાઓને ટ્રસ્ટ અને મોરારીબાપુ દ્વારા સન્માનિત કરાયા હતા સાથે દરગાહ ટ્રસ્ટના પીરઝાદાએ શહીદોના વેલ્ફેર ફન્ડમાં એક લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો

   પ્રસંગે સાહિત્યકાર ગુણવંત શાહે કોમી એકતા બનાવી રાખવા પર દરગાહ ટ્રસ્ટના વખાણ કર્યા હતા ગૌશાળા બનાવવા માટે મોરારીબાપુએ ટ્રસ્ટના વખાણ કરીને ગૌશાળાને 5 લાખ રૂપિયાનું દાન કર્યું હતું

(12:00 am IST)