Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અમેરિકામાં H-1B વિઝા ધરાવતા વિદેશીઓના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા 24 માર્ચ સુધીમાં 1 લાખ સહીઓ ભેગી કરાશે : અમેરિકાના કાયદા મુજબ 60 દિવસમાં ફેર વિચારણા કરવા સરકારને મજબુર કરાશે : રીટ પીટીશન દાખલ કર્યા પછી 7 માર્ચ સુધીમાં 43332 સહીઓ ભેગી થઇ

વોશિંગટન : યુ.એસ.માં H-1B વિઝા ધરાવતા વિદેશીઓના જીવન સાથીને કામ કરવાનો અધિકાર 2015 માં ઓબામા શાસન દરમિયાન આપવામાં આવ્યો હતો.આ H -4EAD (એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ) વિઝા ધરાવતા લોકોનો કામ કરવાનો અધિકાર ખતમ કરવા ટ્રમ્પ શાસન દ્વારા મુસદ્દો તૈયાર કરાયો છે.પરિણામે 1 લાખ જેટલા ઇન્ડિયન અમેરિકન લોકોને અસર થાય તેમ છે.

આથી પ્રસ્તાવ માટે તૈયાર કરાયેલા મુસદાનો વિરોધ કરવા ગયા મહિને રીટ પીટીશન કરાઈ છે.અમેરિકાના કાયદા મુજબ આવી રીટ પીટીશન કર્યા પછી 1 મહિનાના ગાળામાં જો એક લાખ સહીઓ ભેગી કરવામાં આવે તો ત્યાર પછીના  60 દિવસમાં  સરકાર ફેરવિચારણા કરવા મજબુર બને છે.

ગયા મહિનાના છેલ્લા સપ્તાહમાં રીટ પીટીશન  દાખલ કરાયા પછી 7 માર્ચ  સુધીમાં 43332 સહીઓ ભેગી થઇ ગઈ છે.જો 24 માર્ચ સુધીમાં 1 લાખ સહીઓ ભેગી થઇ જશે તો સરકાર માટે ફેરવિચારણા કરવી ફરજીયાત બનશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:41 am IST)