Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કોરિયન ઉપખંડમાં વાતચીત અને કૂટનીતિ દ્વારા શાંતિ-સ્થિરતા સ્થાપવાની તમામ કોશિશનું ભારત સમર્થક છે ;વિદેશ મંત્રાલય

કોરિયન ઉપખંડે લઈને ચાલી રહેલા વિવાદ પર મતભેદો દૂર કરવાની કોશિશનું સ્વાગત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે વાતચીતના અહેવાલો વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે કોરિયન ઉપખંડે લઈને ચાલી રહેલા વિવાદ પર મતભેદો દૂર કરવાની કોશિશનું સ્વાગત કરતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે કોરિયન ઉપખંડમાં વાતચીત અને કૂટનીતિ દ્વારા શાંતિ અને સ્થિરતા કાયમ કરવા માટેની તમામ કોશિશોનું ભારત સમર્થન કરે છે.

   ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે મતભેદો દૂર કરીને ચીન સાથે દ્વિપક્ષીય સંબંધો વિકસિત કરવા માટે પણ ભારત ઈચ્છુક છે અને આ દિશામાં કામ કરી રહ્યું છે.

તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના નિર્વાસનની 60મી જયંતીના સમારંભમાં દિલ્હીથી ધર્મશાળા સ્થાનાંતરીત કરવાની વાત પર રવીશ કુમારે કહ્યુ છે કે દલાઈ લામા એક ધાર્મિક નેતા છે અને તેમને ભારતમાં પૂજવામાં આવે છે. તેમના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. દલાઈ લામા ભારતમાં પોતાના ધાર્મિક કાર્યોને સંચાલિત કરવા માટે સ્વતંત્ર છે.

   શ્રીદેવીના મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે જ્યાં સુધી તેમને જાણકારી છે. યુએઈની સરકાર તરફથી પેપરવર્ક પૂર્ણ કરીને સરકારને સોંપવામાં આવ્યું હતું. તેના આધારે જ શ્રીદેવીનો મૃતદેહ ભારતમાં લાવવામાં આવ્યો હતો. જો કંઈક શંકાસ્પદ હોત તો તે સામે આવી જાત.

   અંધારીઆલમના ડૉન દાઉદ ઈબ્રાહીમના નિકટવર્તી અને 1993માં મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટના આરોપી ફારુક ટકલાને દુબઈથી એરેસ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યો છે. ટકલાને 14 દિવસની સીબીઆઈ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. તપાસ એજન્સી તેની પૂછપરછ કરીને પુરાવા એકઠા કરશે. સીબીઆઈએ ફારુક ટકલાને ગુરુવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એરેસ્ટ કર્યો હતો.

   ટકલા મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે ભારતમાં પાસપોર્ટ જારી કરવા અને રિન્યૂ કરવાની પદ્ધતિ છે. તેઓ ફારુકનો પાસપોર્ટ જારી થવા અને તેના રિન્યૂ થવા મામલે જાણકારી મેળવી રહ્યા છે. સ્પષ્ટ છે કે ફારુક ટકલા ફરાર અને ભારત માટે મોસ્ટવોન્ટેડની યાદીમાં હતો. ભારત સરકાર દુબઈની સરકારના સંપર્કમાં હતી અને દુબઈમાંથી ફારુક    ટકલાને નિર્વાસિત કરાયો છે. 1995માં ફારુક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.

ખાલિસ્તાની આતંકવાદી જસપાલ અટવાલના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટેની મુંબઈમાં આયોજિત ડિનર પાર્ટીમાં સામેલ થવાના વિવાદ પર પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે જસપાલ અટવાલ કાયદેસર વીઝા પર ભારત આવ્યો હતો. આ તેની ત્રીજી ભારત મુલાકાત હતી. તેમણે કહ્યુ હતુ કે, ભારતીય પ્રવાસીઓ માટે ભારત સરકારની એ જાગરૂક નીતિ છે અને તેના પ્રમાણે ગુમરાહ તત્વોનો પણ સમાવેશ થાય છે. અટવાલ પર ભારત વિરોધી ભાવનાઓ હોવાના આરોપ લગાવાયા હતા. આવી ભાવના હવે તેણે ત્યાગી દીધી છે.

રવીશ કુમારે કહ્યુ છે કે માત્ર ભારત જ નહીં. પણ આખી દુનિયા અનુભવી રહી છે કે હાફિઝ સઈદ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈતી હતી. પણ આવી કાર્યવાહી કરાઈ નથી.

(1:26 am IST)