Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

હવે વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુને મળશે આરામદાયક બેઠકવાળી નવી પાલખીની સુવિધા: ટ્રાયલ સફળ

નાની બેગ,પાણીની બોટલ, લેપટોપ રાખી શકાશે :નવી સ્ટીલની પાલખીનો વજન અડધો

નવી દિલ્હી :હવે વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓને આરામદાયક બેઠકવાળી નવી પાલખીની સુવિધા મળનાર છે અહીં દર્શન માટે આવતા વૃદ્ધો અને દિવ્યાંગ શ્રદ્ધાળુ માટે પાલખીનો ઉપયોગ કરાઈ છે ત્યારે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓને દુખાવો થાય અને આરામદાયક નવી ખાસ પાલખી તૈયાર કરી છે નવી ડિઝાઈનની પાલખીનું ટ્રાયલ ચાલી કરતા તે સફળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

   નવી પાલખીમાં બેઠક આરામદાયક હોવાની સાથે શ્રદ્ધાળુ પોતાની સાથે નાની બેગ, પાણીની બોટલ, લેપટોપ જેવી સામગ્રી પણ રાખી શકે છે. જુની લોખંડની પાલખીની સરખામણીએ નવી સ્ટીલની પાલખીનો વજન અડધો છે. જુની પાલખીનો વજન 70 કિલોથી વધુ હતો જ્યારે નવી પાલખીનો વજન 30 થી 40 કિલો છે.

   પાલખીની બનાવટ એવી છે કે શ્રદ્ધાળુને ઝટકા નહીં લાગે. જુની પાલખી તૈયાર કરવાનો ખર્ચ 10 થી 12 હજાર આવતો હતો. જ્યારે નવી પાલખી 18 થી 20 હજારમાં તૈયાર થશે.

  સમર સ્પેશિયલ ટ્રેનોનો રૂટ જમ્મૂતવીથી વધારીને કટરા સુધી કરી દેવામાં આવ્યો છે. ગાડીઓ માટે ઓનલાઈન અને રેલવે વિન્ડોથી બુકિંગ શરૂ થઈ ગયું છે. દેશભરમાંથી આવતી સમર સ્પેશિયલ રેલગાડીઓ પંજાબના કેટલાક ભાગોમાંથી પસાર થશે.

(11:02 pm IST)