Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ટ્રેનની કન્ફ્રર્મ ટિકિટ બીજા કોઈના નામે કેમ કરશો ટ્રાન્સફર?;ખુબ જ સરળ છે પધ્ધતિ :વાંચો ફટાફટ

માત્ર એક પ્રક્રિયાથી તમે સૂચવેલા નામ પર ટિકિટ ટ્રાન્સફર કરી દેવાશે

 

નવી દિલ્હી :ટ્રેનની કન્ફ્રર્મ ટિકિટ કોઈ બીજાના નામે ટ્રેન્સફર કરી શકાશે જે સરળ પ્રક્રિયાને અનુસરીને ટિકિટ પરથી નામ દૂર કરાવી અન્યના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાય છે જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકીટ છે અને કોઇ કારણોસર જો તમે મુસાફરી કરતાં નથી તો તમે તમારી ટિકીટ બીજા કોઇને ટ્રાન્સફર કરી શકો છો.ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરને અધિકાર અપાયો છે કે તેઓ કોઇપણ કન્ફર્મ ટિકીટ પર પ્રવાસીનું નામ બદલી શકે છે.

  માની લો કે જો મુસાફરી કરનાર સરકારી કર્મચારી હોય તો ટ્રેનની મુસાફરીના 24 કલાક પહેલા લેખિતમાં અરજી આપવાની રહેશે. ત્યારે ટિકીટ પરથી તમારું નામ દૂર કરી તમે આપેલ નામ પર ટિકીટ ટ્રાન્સફર કરવામાં આવશે. આમ તમારી ટ્રેનની કન્ફર્મ ટિકીટ તમારા પરિવારના કોઇપણ સભ્યના નામ પર કરી શકો છો.

  જેાં માતા,પિતા, ભાઇ, બહેન, પુત્ર-પુત્રી, પતિ અથવા પત્નીનો સમાવેશ થાય છે. ટ્રેનની મુસાફરીના 24 કલાક પહેલા તમારે અરજી કરવી પડશે.

   જો મુસાફરી કરનાર વિદ્યાર્થી હશે તો તે જે સંસ્થામાં અભ્યાસ કરે છે તેમાંથી 48 કલાક પહેલા લેખિતમાં અરજી કરવી પડશે. ત્યાર બાદ તે કન્ફર્મ ટિકીટ તે સંસ્થાના બીજા કોઇ વિદ્યાર્થીના નામે થઇ શકશે

(11:00 pm IST)