Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જાપાનમાં નોકરી મેળવવા ઇચ્છુક ભારતીય યુવકો માટે ખુશખબરઃ આઇટી ક્ષેત્રમાં ૨ લાખ યુવકોને નોકરી આપશે

નવી દિલ્હીઃ પોતાના આઇટી ક્ષેત્રને વધુ મજબુત કરવા માટે જાપાન આવનારા સમયમાં ૨ લાખ ભારતીયા યુવાનોને નોકરી આપશે

ભારતમાં બેરોજગારી એક મોટી સમસ્યા બની રહી છે ત્યારે ભારતમાં બેરોજગારો માટે એક સારા સમાચાર છે. જાપાન આવનારા સમયમાં 2 લાખ IT ક્ષેત્રના યુવાનોને રોજગારી આપવાની તૈયારીમાં છે અને આ સમાચાર એવા સમયે મળી રહ્યાં છે કે જ્યારે અમેરીકાએ પોતાના વિઝાના નિયમો કડક કર્યા છે. 

ભારતમાં રોજગારની સ્થિતી ખુબ જ ખરાબ છે. IT ક્ષેત્રમાં વર્ષ 2017-18માં 1.5 લાખ યુવાનોની જગ્યાએ માત્ર 1 લાખ યુવાનોને જ રોજગારી મળી છે ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે જાપાન સરકાર વિવિધ ક્ષેત્રોમાં ભારતીય યુવાનોને રોજગારી આપવાની તૈયારીમાં છે. 

જાપાન પોતાના IT સેક્ટરને મજબૂત કરવા ભારતીય યુવાનો માટે ગ્રીન કાર્ડ આપશે. જાપાનમાં આત્યારે કુલ 9 લાખ જેટલા લોકો IT ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે અને આ સિવાય આ સેક્ટરમાં 2 લાખ લોકોની જરૂરીયાત છે જે જાપાનના IT સેક્ટરને સંભાળી શકે.

(8:15 pm IST)