Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

યુપીમાં બોગસ મદરેસાથી વર્ષે ૧૦૦ કરોડનો ફટકો

મદરેસાના નામે બોગસ નેટવર્કનો પર્દાફાશ : ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થયા બાદ વિગતો ખુલી

લખનૌ, તા. ૯ : ઉત્તરપ્રદેશમાં મદરેસાઓના નામે બોગસ નેટવર્ક ચલાવવાના કાંડનો પર્દાફાશ થયો છે. પ્રદેશ સરકારે ચોંકાવનારી વિગતો જાહેર કરતા કહ્યું છે કે, રાજ્યના ખજાનાને આ બોગસ મદરેસાઓના કારણે દર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાનો ચુનો લાગી રહ્યો છે. લઘુમતિ સંસ્થાઓને ઓનલાઈન નોંધણી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યો છે. ઉત્તર પ્રદેશના લઘુમતિ બાબતોના પ્રધાન, વેબપોર્ટલ પર નોંધણી ફરજિયાત કરી દેવાના આદેશ બાદ ૨૦૦૦થી વધારે માન્યતા પ્રાપ્ત મદરેસા પર વાર્ષિક ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો. રાજ્ય સરકારે મદરેસાઓની કાર્યપ્રણાલીમાં પારદર્શકતા લાવવા માટે ગયા વર્ષે તમામ મદરેસાઓના મેનેજમેન્ટને લઇને ઉત્તર પ્રદેશ મદરેસા બોર્ડની વેબ ઉપર પોતાની પૂર્ણ માહિતી આપવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ એમ કરવા માટે વચગાળાની તારીખ અને વખત વધારવામાં આવી હોવા છતાં મદરેસાઓ દ્વારા સંચાલિત ૧૪૦ મીની આઈઆઈટીમાંથી ૨૦ પોતાની માહિતી આપી ન હતી. ત્યારબાદ ૨૩૦૦ મદરેસાઓએ પોર્ટલ ઉપર નોંધણી પણ કરાવી ન હતી. આ તમામ ઉપર હવે દર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાની વિગત સપાટી ઉપર આવી છે. આ ઉપરાંત આશરે ૨૩૦૦ મદરેસાને પણ પોર્ટલ પર નોંધણી કરાવવામાં આવી નથી. આ તમામ પર હજુ સુધી દર વર્ષે આશરે ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. મદરેસા અને આઈઆઈટી હકીકતમાં બોગસ પ્રક્રિયા તરીકે ચાલી રહી હતી.

(7:25 pm IST)