Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઇચ્છામૃત્યુ અંગે કોર્ટે શું કહ્યું

લાઇફવિલને લઇને પુરતી ચકાસણી કરવામાં આવશે

        નવીદિલ્હી, તા. ૯ : સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપતી વેળા ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય માન્યતા આપી દીધી હતી. સુપ્રીમે ઇચ્છામૃત્યુના અધિકારને કેટલીક શરતોની સાથે લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, લોકોને સન્માનપૂર્વક મરવાનો પણ પૂર્ણ અધિકાર રહેલો છે. સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયાને મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય મંજુરી આપતી વેળા કેટલીક શરતો પણ લાગૂ કરી છે. સુપ્રીમે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગંભીરરુપથી બિમાર રહેલી દર્દી જેની સારવારની કોઇ શક્યતા નથી તે ઇચ્છા મૃત્યુ લખી શકે છે. સુપ્રીમ કોર્ટે ઇચ્છા મૃત્યુની વસિયતને કાયદાકીય મંજુરી આપતી વેળા કેટલીક શરતો લાગૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુને મંજુરી આપતી વેળા શું કહ્યું તે નીચે મુજબ છે.

*    ગંભીરરુપથી બિમાર રહેલા દર્દી જેની સારવાર શક્ય નથી તે ઇચ્છામૃત્યુની વસિયત લખી શકે

*    ઇચ્છામૃત્યુ લખવામાં આવ્યા બાદ મેડિકલ બોર્ડ દ્વારા પેસિવ યુથેનેશિયા નક્કી કરવામાં આવશે

*    લિવિંગ વિલ કોણ બનાવી શકે છે તેની પ્રક્રિયા શું રહેશે આના માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી

*    આ મામલામાં એક બાબત નક્કી કરવાની જરૂર હતી કે પીડાને ખતમ કરવા માટે કાયદાકીયરીતે તરત મૃત્યુને મંજુરી આપી શકાય છે કે કેમ

*    કેન્દ્ર સરકારની દલીલ હતી કે, આને લઇને ડ્રાફ્ટ વિલ બનાવવામાં આવ્યું છે જેમાં લિવિંગ પાવર ઓફ એટર્નીની મંજુરી અપાઈ છે. આ તમામ ચીજો કોર્ટે માની લીધી છે

*    કોર્ટે લિવિંગ વિલ અને ઇચ્છામૃત્યુના આ નવી જોગવાઈના દુરુપયોગને રોકવા માટે શરતો પણ લાગૂ કરી છે

*    એવી કોઇપણ વ્યક્તિની લાઇફવિલને લઇને પૂર્ણ તપાસ કરવામાં આવશે. જેના કારણે સંપત્તિ અથવા વિરાસતમાં ફાયદો થનાર છે

*    કેટલાક પ્રશ્નો એમ પણ થઇ રહ્યા છે કે, ગંભીર બિમારીનો સામનો કરી રહેલા લોકો પર ઇચ્છામૃત્યુની વસિતય લખવા માટે પરિવાર તરફથી દબાણ કરવામાં આવશે

*    ચુકાદાના દુરુપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી માર્ગદર્શિકા જારી કરવામાં આવી

*    દરેક વ્યક્તિને ગર્વ સાથે મરવાનો પણ અધિકાર રહેલો છે

(7:21 pm IST)