Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મધ્યપ્રદેશના ૧૮૨ કિલોના પોલીસકર્મી દોલતરામે ટ્વીટર ઉપર કરેલી મજાકથી કંટાળીને ૬પ કિલો વજન ઉતારી નાખ્યુ

મુંબઈઃ ટ્વીટર ઉપર કરેલી મજાકથી કંટાળીને મધ્યપ્રદેશના ક પોલીસ કર્મચારી ૬પ કિલો વજન ઉતારી નાખ્યુ છે. લતરામના વધેલા પેટની તસવીર લેખિકા શોભા ડે ટ્વિટર પર પોસ્ટ કરીને તેમનો મજાક ઉડાવ્યો હતો.

શોભા ડેની મજાક પછી જાણીતા બની ગયેલા દોલતરામની મુંબઈમાં બેરિયાટિક સર્જરી કરવામાં આવી. હવે દોલતરામ શોભા ડેને મળીને તેમનો આભાર માનવા માગે છે.

દોલતરામ પાછલા વર્ષે 180 કિલોગ્રામના હતા. એક વર્ષમાં તેમનું 65 કિલોગ્રામ વજન ઓછું થઈ ગયું છે. દોલતરામની સર્જરી એક જાણીતા બેરિયાટિક સર્જન ડૉ. મુફ્ફજલ લકડાવાલાએ સૈફાલી હોસ્પિટલમાં કરી છે. દોલતરામ શોભા ડેને મળવા માગે છે. તેઓ તેમને મળીને ગુસ્સો કરવા કે તેમનો મજાક કરવા નથી માગતા પણ પરિવાર સાથે ઘૂંટણ પર બેસીને તેમનો આભાર માનવા માગે છે, કારણ કે તેમની મજાકવાળી ટ્વિટના કારણે દોલતરામનું જીવન બદલાઈ ગયું.

જ્યારે શોભા ડેએ જણાવ્યું કે, દોલતરામને મળીને ખુશ થઈશ. દોલતરામે કહ્યું કે તેમનું વધુ 30 કિલો વજન ઘટવાનું છે. આટલું થયા પછી તેઓ પોતાની મોટી બહેન શોભા ડેને મળશે.

મુંબઈમાં રુટીન ચેકઅપ માટે પહોંચેલા દોલતરામે વજન ઘટવાની સર્જરી બાદ બદલાઈ ગયા છે. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ સાફ દેખાય છે. હવે તેમનું વજન 115 કિલોગ્રામ થઈ ગયું છે. જોગાવતે કહ્યું કે તેઓ માને છે કે તેમની સર્જરી માત્ર શોભા ડેના કારણે જ શક્ય બની. જો તેમણે પોતાના ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કરીને મજાક ન કરી હોત તો તેમની સર્જરી ના થઈ શકી હોત. ડૉક્ટર્સે તેમની સર્જરીનો કોઈ ચાર્જ નથી લીધો.

પાછલા વર્ષે બીએમસીએ ચૂંટણી દરમિયાન શોભા ડેએ 21 ફેબ્રુઆરીએ ટ્વિટર પર દોલતરામની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેમણે લખ્યું હતું કે, ‘હેવી બન્દોબસ્ત ઈન મુંબઈ ટુડે’.

આ પોસ્ટ પછી શોભા ડેની પોસ્ટ પર વિવાદ શરુ થઈ ગયો. મુંબઈ પોલીસે કહ્યું કે દોલતરામ જોગાવત મુંબઈ પોલીસના ઈન્સ્પેક્ટર નથી. આજે શોભા ડે જોગાવત માટે ખુશ છે. તેઓ કહે છે કે તેમના ટ્વીટથી જોગાવતની સર્જરી શક્ય બની. વજન ઓછું થવાથી તેઓ બીમારીઓથી પણ બચશે. તેઓ ડૉક્ટર લકડાવાલાનો પણ આભાર માનવા માગે છે કે, તેમણે દોલતરામની સર્જરી ફ્રીમાં કરી.

શોભા ડેએ કહ્યું, દોલતરામની તેમણે મજાક ઉડાવી પણ તેમને કોઈ ફરિયાદ નથી. તેમણે તેને આ સકારાત્મક લીધું કારણ કે તેમની મદદ થઈ. તેઓ દોલતરામને મળવા માગે છે.

ડૉ. લકડાવાલાએ પણ દોલતરામના અનુશાસન અને માનસિક સ્થિતિને શ્રેય આપ્યો છે. તેમણે કહ્યું કે દોલતરામના પેટનું ફેટ સરળ નહોતું. સર્જરી પછી દોલતરામ તેમનું ડાયટ સારી રીતે ફોલો કરી રહ્યા છે. ત્યારે જેઓ આવ્યા હતા, ત્યારે તેમનું બ્લડ શુગર અસ્થિર હતું, તેમને કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન, સ્લીપ એપનિયા, ઘૂંટણના દુખાવા સહિત કોઈ બીમારીઓ હતી. આ તમામ સમસ્યાઓ તેમનું વધુ વજન હોવાના કારણે હતી. હવે તેમના તમામ રિપોર્ટ્સ સામાન્ય છે.

દોલતરામ નીમચના પોલીસ કંટ્રોલ રુમમાં તૈનાત હતા. હવે તેમને આશા છે કે તેમનું પોસ્ટિંગ ભોપાલ કે ઈન્દોરમાં થશે. તેમણે કહ્યું કે આગામી વર્ષે તેમનું રિટાયરમેન્ટ છે, તે પહેલા તેઓ સારી જગ્યાએ કામ કરવા માગે છે. વરિષ્ઠ અધિકારીઓએ તેમના સ્વાસ્થ્યની સમસ્યાને લઈને ચિંતા હતા. એટલું નહીં પોતાનું વજન વધુ હોવાથી તેમને VIP સામે શરમમાં મૂકાવું પડતું હતું, માટે તેમને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં નહોતું આવતું.

(6:25 pm IST)