Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભારતીય રેલવે દ્વારા ૩ એપ્રિલથી સ્પેશ્યલ ટુર પેકેજઃ ૭ જ્યોતિર્લિંગના દર્શન માટે ૧૧ હજાર રૂપિયાનું ભાડુ

નવી દિલ્હીઃ ભારતીય રેલવે આવતા મહિનાથી સ્પેશ્ય ટૂર પેકેજ ચલાવશે. આ પ્રવાસ પેકેજ 3 એપ્રિલથી 14 સુધી ચાલશે. આ દરમિયાન ભારતીય રેલવે તમને સાત જ્યોતિર્લિંગોનાં દર્શન કરાવશે. જેમા ઓંકારેશ્વર, મહાકાલેશ્વર, નાગેશ્વર, ભીમાશંકર, ધૃણેશ્વર, સોમનાથ ત્ર્યંબકેશ્વરનાં દર્શન સામેલ હશે.

ટ્રેનથી થનાર આ યાત્રા માટે તમારે લગભગ 11 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ 11 રાત્રી અને 12 દિવસનું ટૂર પેકેજ આપશે. જ્યોતિર્લિંગો સિવાય આ ટૂરમાં તમે દ્વારકામાં દ્વારકાધિશ મંદિર, શિરડીનાં સાંઇ મંદિર અને અમદાવાદમાં સાબરમતી આશ્રમની યાત્રા પણ કરી શકો છો.

આ ટ્રેનમાં તમે લખનઉ, ઝાંસી, બનારસ, અયોધ્યા અને બારાબંકી, જૌનપુર અને કાનપુરથી બેસી શકે છે. આ ટૂર પેકેજમાં તમને નાશ્તો, બપોરનું જમવાનું અને રાત્રીનું જમવાનું પણ સામેલ હશે. તમને જણાવી દઇએ કે, સ્થાનિક સ્તરે આ પ્રવાસ બસ દ્વારા કરાવવામાં આવશે. જમવાની સાથે રહેવાની વ્યવસ્થા પણ આ ટૂરમાં સામેલ છે. જોકે તમને ધર્મશાળાઓમાં રોકાવું પડશે.

જો તેમ પણ આ ટૂર પેકેજને લેવા ઇચ્છતા હોય તો તેનું બુકિંગ પહેલા આવો અને પહેલા મેળવોનાં આધાર પર થઇ રહી છે. જેની તમે ઓનલાઇન બુકિંગ પણ કરી શકો છો. જેના માટે irctctourism.com પર બુકિંગ થઇ શકશે.

(6:24 pm IST)