Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પાકિસ્તાનના તાનાશાહ મુશર્રફની ધરપકડ અને સંપતિ કબ્જે કરવાના આદેશ

પાકિસ્તાનની એક ખાસ અદાલતે પાકિસ્તાનના પૂર્વ લશ્કરી વડા અને પ્રમુખ પરવેશ મુશર્રફની ધરપકડ કરવાના અને તેની તમામ મિલકતો કબ્જે કરવાના આદેશ આપ્યા છે : આ અદાલત મુશર્રફ વિરૂદ્ધ લાગેલા દેશદ્રોહના કેસની સુનાવણી કરી રહેલ છે : મુશર્રફને ૨૦૦૭ના વર્ષમાં પાકિસ્તાનમાં કટોકટી લાદવા બાબતે અપરાધી જાહેર કરવામાં આવેલ છે : ૭૪ વર્ષના પાકિસ્તાનના પૂર્વ પ્રમુખની ધરપકડ સાથે સંપતિઓ જપ્ત થશે : કટોકટી સમયે મુશર્રફે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના અનેક ન્યાયાધીશોને તેમના ઘરોમાં કેદ કર્યા હતા અને ૧૦૦થી વધુ ન્યાયધીશોને તેમના પદ ઉપરથી હટાવી દેવામાં આવેલ

(5:53 pm IST)