Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

'રાત્રે અમે બંને ભુખ્યા પેટે ઊંઘી ગયા હતા, ઉઠીને જોયું તો પતિ જીવતો નહોતો'

પટના તા. ૯ : બિહારના દરભંગમાં પ્રેમ લગ્નના માત્ર ૪ મહિનામાં યુવકનું રહસ્યમય મોત થયું. લગ્ન બાદ નવઘોડિયાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. હંમેશા બન્ને વચ્ચે ઝઘડા થયા કરતા હતા. છોકરાની પરિવાર વાળા અને આજુબાજુના લોકોએ છોકરી પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા છે જે બાદ પોલીસે મૃતકની પત્નીને કસ્ટડીમાં લઇ લીધી છે.

મળેલી જાણકારી મુજબ દરભંગા જિલ્લામાં રહેતા અમૃત શર્મા અને પુષ્પા એકબીજાને બહુ પ્રેમ કરતા હતા અને પરિવારની વિરુદ્ઘમાં જઇ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. બંનેમાંથી એકેયના પરિવારને આ સંબંધ પસંદ ન હતો. લગ્નના ૪ મહિના બાદ છોકરાના પરિવારે તેને ઘરે બોલાવી લીધો. છોકરીને ખબર પડી કે છોકરો તેના મા-બાપને મળવા ગયો કે તેણે વારંવાર ફોન કરી છોકરાને ધમકી આપવા લાગી હતી જેને કારણે તે પત્ની પાસે પરત આવી ગયો હતો.

સવારે છોકરાનો મૃતદેહ મળી આવ્યો. જેને લઇ છોકરાના ઘરવાળા તેમની વહુ પર અનેક પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. એમનું કહ્યું કે તેમના સહયોગીઓ સાથે મળીને વહુએ હત્યા કરી છે. છોકરાના પરિજનો તરફથી લગાવવામાં આરોપના આધારે પોલીસે પૂછપરછ માટે છોકરીને કસ્ટડીમાં લઇ લીધી છે.

પોલીસ અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે આ મામલો ગંભીર જણાઇ રહ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન પુષ્પા દેવીએ કહ્યું કે 'મૃત્યુ કઇ રીતે થયું એ ખબર નથી. રાત્રે ભૂખા પેટ બંને ઊંઘી ગયાં હતાં. સવારે આંખ ખુલી ત્યારે અમૃત મૃત હાલતમાં મળી આવ્યો હતો.'

(2:02 pm IST)