Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઇચ્છા મૃત્યુને સુપ્રિમ કોર્ટની લીલીઝંડી

સમ્માન સાથે મરવું એ મનુષ્યનો અધિકાર છેઃ ગંભીર રોગથી પીડાતી વ્યકિત નક્કી કરી શકશે કે કયારે દુનિયા છોડવી છેઃ જીવવાના અધિકારની જેમ મરવાનો પણ અધિકાર છેઃ સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી તા. ૯ : સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણયમાં મરણપથારીએ પડેલ વ્યકિત દ્વારા ઇચ્છા મૃત્યુ માટે લખેલ વસિયતને કાયદાકીય માન્યતા આપી દીધી છે. કોર્ટે પોતાની ટીપ્પણીમાં કહ્યું કે, મરણપથારીએ પડેલ વ્યકિતને એ અધિકાર હશે કે કયારે તેઓ છેલ્લો શ્વાસ લે. કોર્ટે કહ્યું કે, લોકોને સમ્માનથી મરવાનો પૂરો હક છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, ગંભીર રોગથી પીડાતી વ્યકિત નક્કી કરી શકશે કે કયારે દુનિયા છોડવી છે. તેમજ જીવવાના અધિકારની જેમ લોકોને મરવાનો પણ અધિકાર છે.

 'લિવિંગ વિલ'એક લેખિત દસ્તાવેજ હોય છે, જેમાં કેટલાંય દર્દી પહેલેથી જ નિર્દેશ આપે છે કે મૃત્યુની સ્થિતિ પર પહોંચતા ઓળખ કે સહમતિ નહીં આપી શકવાની સ્થિતિ પર પહોંચતા તેને કયા પ્રકારની સારવાર આપવામાં આવે. 'પૈસિવ યુથેનેશિયા'(ઇચ્છા મૃત્યુ) એ સ્થિતિ છે જયારે કોઇ મરણાસન્ન વયકિતની મોતની તરફ આગળ વધવાની ઇચ્છાથી તેની સારવાર બંધ કરી દેવામાં આવે છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી પાંચ જજોની બેન્ચે ગયા વર્ષે ૧૧ ઓકટોબરના રોજ આ પીટિશન પર નિર્મય સુરક્ષિત રાખ્યો હતો. પાંચ જજોની બેન્ચ આ વાત પર ચુકાદો સંભળાવ્યો. શું કોઇ વ્યકિતને આવી 'લિવિંગ વિલ'ની માન્યતા આપવી જોઇએ કે નહીં જેમાં તે અગ્રીમરીતે નિવેદન રજૂ કરીને એ નિર્દેશ આપી શકે છે કે તેના જીવનને વેંટિલેટર કે આર્ટિફિશલ સપોર્ટ સિસ્ટમ પર લગાવીને લાંબું કરવામાં આવે નહીં.

ઉલ્લેખનીય છે કે એક એનજીઓ કોમન કોજએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરીને કહ્યું હતું કે સંવિધાનના આર્ટિકલ ૨૧ની અંતર્ગત જે રીતે નાગરિકોને જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે તે જ રીતે તેને મરવાનો પણ અધિકાર છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે ઇચ્છા મૃત્યુની વસીયત (લિવિંગ વિલ) લખવાની મંજૂરી આપી શકાય નહીં, પરંતુ મેડિકલ બોર્ડના નિર્દેશ પર મૃત્યુના દ્વારે પહોંચેલ વ્યકિતની સપોર્ટ સિસ્ટમ હટાવી શકાય છે.

એનજીઓ કોમન કોજ એ ૨૦૦૫મા આ મુદ્દા પર પીટીશન દાખલ કરી હતી. કોમન કોજના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા લોકોને 'લિવિંગ વિલ'બનાવાનો હક હોવો જોઇએ. 'લિવિંગ વિલ'ના માધ્યમથી શખ્સ એ બતાવી શકશે કે જયારે તે એવી સ્થિતિમાં પહોંચી જાય જયાં તેને ઠીક થવાની આશા ન હોવી, ત્યાં તેને જબરદસ્તી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવો જોઇએ નહીં. પ્રશાંતે સ્પષ્ટતા કરી કે તેઓ એકિટવ યુથનેશિયાની વકાલત કરી રહ્યા નથી જેમાં લાઇલાજ દર્દીને ઇંજેકશન આપીને મારવામાં આવે છે. આ પૈસિવ યુથનેશિયાની વાત કરી રહ્યા છે. જેમાં કોમામાં પડેલા સારવાર ના થઇ શકનારને વેંટિલેટર જેમકે લાઇફ સપોર્ટ સિસ્ટમ કાઢીને મરવા દેવામાં આવે છે.

સુનવણી દરમ્યાન તેના પર કોર્ટે પ્રશ્ન કર્યો કે આખરે એ કેવી રીતે નક્કી થશે કે દર્દી ઠીક થઇ શકશે નહીં? પ્રશાંત ભૂષણે જવાબ આવ્યો કે એ ડોકટર નક્કી કરી શકે છે. હાલ કોઇ કાયદો ન હોવાના લીધે દર્દીને જબરદસ્તી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાય છે. કોમામાં પહોંચેલ દર્દી ખુદ એ સ્થિતિમાં નથી હોતો કે તે પોતાની ઇચ્છા વ્યકત કરી શકે આથી તેને પહેલેથી આ લખવાનો અધિકાર હોવો જોઇએ કે જયારે તેને સારું ન થવાની આશા ખત્મ થઇ જાય ત્યારે તેના શરીરને દુઃખ આપવું જોઇએ નહીં.

કેન્દ્રએ કહ્યું કે આ મામલામાં ગઠિત કરાયેલ કમિટીને ખાસ પરિસ્થિતિઓમાં પૈસિવ યુથનેશિયા (કોમામાં સરી પડેલા દર્દીની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવાની)ને યોગ્ય ગણાવ્યું છે, પરંતુ વિલનું સરકારે સમર્થન કર્યું નથી. આ એક રીતે આત્મહત્યા જેવું છે. આ કેસની સુનવણી કરી રહેલાં પાંચ સભ્યના સંવિધાન બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કરી રહ્યાં છે. આ બેન્ચમાં જસ્ટિસ એકે.સિકરી, જસ્ટિસ એએણ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ. ચંદ્રચૂડ, અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે લગભગ ૩૫ વર્ષથી કોમામાં પડેલા મુંબઇના નર્સ અરૂણા શાનબોગને ઇચ્છા મૃત્યુ આપવાની સુપ્રીમ કોર્ટે ૨૦૧૧માં ના પાડી દીધી હતી.(૨૧.૩૫)

(2:40 pm IST)