Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કર્ણાટકે એનો ધ્વજ જાહેર કર્યો

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ગઇકાલે કર્ણાટક માટે એક ઝંડાની ડીઝાઇન કેબિનેટમાં મંજૂર કરાવી છે. આ ડિઝાઇન હવે તેઓ બંધારણીય મંજૂરી મેળવવા માટે કેન્દ્ર સરકારને મોકલશે.

કન્નડ સંગઠનો સાથેની મીટીંગમાં સિદ્ધારમૈયાએ આ ઝંડાને બતાવ્યો હતો. ઝંડામાં ત્રણ રંગ છે. સૌથી ઉપર પીળા કલરની પટ્ટી, વચ્ચે સફેદ અને નીચે લાલ કલરની પટ્ટી, સફેદ કલરની પટ્ટી પર રાજયનું પ્રતીક ચિહન 'ગંદુ ભેરુન્ડા' (બે બાજ) છે. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે 'અમે રાષ્ટ્રીય ધ્વજ સાથે જોડાયેલા નિર્દેશોનું પાલન કરતા આ ઝંડાને રાષ્ટ્ીય ઝંડાની નીચે ફરકાવીશુ અને નિર્દેશોનું કોઇ પણ પ્રકારે ઉલ્લંઘન નહી કરીએ.

આ ઝંડાને મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા કન્નડ લોકોનંુ અભિમાન કહે છે. લગભગ તમામ કન્નડ સંગઠનોએ આ ઝંડાને સમર્થન આપ્યું છે.

(11:13 am IST)
  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST