Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમેરિકા - ઉ.કોરિયા વચ્ચે સુલેહના સંકેતોઃ ટ્રમ્પ - કિંમ મળશે

દુશ્મની ભૂલી ઉત્તર કોરિયાના કિંમ જોંગને મળવા રાજી થયા ટ્રમ્પઃ બંને વચ્ચે મે મહિનામાં મુલાકાત થાય તે માટેનો ગોઠવાતો તખ્તો

વોશિંગ્ટન તા. ૯ : એકબીજાના કટ્ટર વિરોધી અમેરિકા અને ઉત્ત્।ર કોરિયાના સંબંધો સુમેળભર્યા બને તેવા સંકેત મળી રહ્યાં છે. અત્યાર સુધી એકબીજાની ભારે ટીકા કરવાની અને યુદ્ઘની ખુલી ધમકી આપવાની એક પણ તક જતી ન કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉત્ત્।ર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે અગામી મે મહિનામાં મુલાકાત થાય તેવી શકયતા છે.ડોનાલ્ડ ટ્રમ્પે કિમને મળવા માટે હા પાડી દીધી છે. બંને નેતાઓ વચ્ચે થનારી આ મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના નેશનલ સિકયોરિટી ઓફિસના પ્રમુખ ચુંગ એઈયોંગે આ બાબતની જાણકારી આપી હતી.

દક્ષિણ કોરિયાના અધિકારીઓની સોમવારે ઉત્ત્।ર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે યોજાયેલી મુલાકાત બાબતે ટ્રમ્પને જાણકારી આપ્યા બાદ યોંગે વ્હાઈટ હાઉસને જણાવ્યું હતું કે કિમ પરમાણું કાર્યક્રમ રોકવા અને મિસાઈલ ટેસ્ટ રદ્દ કરવા માટે પ્રતિબદ્ઘ છે.

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે દક્ષિણ કોરિયા આગામી કેટલાક સમયમાં ઉત્ત્।ર કોરિયાને લઈને મોટું એલાન કરશે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, દક્ષિણ કોરિયા શુક્રવારે સવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યું છે.જોકે ટ્રમ્પે દક્ષિણ કોરિયા દ્વારા કરવામાં આવનારી જાહેરાત કઈ બાબતને લઈને હશે તે બાબતે કોઈ જ વિસ્તારપૂર્વક જાણકારી આપી ન હતી.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાના નેશનલ સિકયુરિટી એડવાઈઝર ચુંગ એઈયોંગ હાલ વોશિંગ્ટનના પ્રવાસે છે. ત્યાં તે અમેરિકા અને તેના સહયોગી દેશોને ઉત્ત્।ર કોરિયાના તાજેતરમાં પોતાના અને ઐતિહાસિક પ્રવાસ પર કિમ કોંગ ઉન સાથે થયેલી વાતચીતની જાણકારી આપવા આવ્યા છે.

ઉત્ત્।ર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાના આક્રમક પરમાણું કાર્યક્રમને લઈને કોરિયાઈ દ્વિપમાં અવાર નવાર તણાવ ઉભો કરતા આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે આક્રમક વાકયુદ્ઘ પણ થઈ ચુકયું છે. અમેરિકા અને ઉત્ત્।ર કોરિયા વચ્ચે કયારેક-કયારેક તણાવ એટલી હદે વધી જાય છે કે બંને દેશો વચ્ચે યુદ્ઘ ફાટી નિકળવાની આશંકાઓ પણ પ્રબળ બની જતી હોય છે. જોકે તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં યોજાયેલી વિંટર ઓલિમ્પિક દરમિયાન બંને કોરિયાઈ દેશો વચ્ચે તણાવ ઘટ્યો છે. ઉત્ત્।ર કોરિયાએ દક્ષિણ કોરિયા પોતાની ટીમ મોકલી હતી અને બંને કોરિયાની સંયુકત ટીમે ગેમ્સમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે અનેક રાઉંડની ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ ચુકી હતી.(૨૧.૧૩)

(11:10 am IST)
  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST