News of Friday, 9th March 2018

દીવ બન્યું સંપૂર્ણ સોલાર ઊર્જાથી ચાલતું પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ

ડિમાન્ડના ૧૦૦ ટકાથી પણ વધુ ઉર્જા સોલાર મારફતે જ મેળવવામાં આવી રહી છે

નવી દિલ્હી તા. ૯ : સૌથી મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાનું એક દીવ ભારતનું પહેલું યુનિયન ટેરિટરી બની ગયું છે જે ૧૦૦ ટકા સોલાર એનર્જીથી ચાલતું હોય. છેલ્લા ત્રણ વર્ષમાં સોલાર પાવર ઝનરેશન મામલે દીવે ખાસ્સી પ્રોગ્રેસ કરી છે. ૪૨ કિમી સ્કવેરફૂટમાં આવેલ દીવ એવું પહેલું કેન્દ્રસાશિત પ્રદેશ બની ગયું છે જયાં ડિમાન્ડના ૧૦૦ ટકાથી પણ વધુ ઉર્જા સોલાર મારફતે જ મેળવવામાં આવી રહી છે. અહ્યાં ૫૦ એકરની જમીનમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

સોલાર પાવર જનરેટિંગ ફેસિલિટીઝ દ્વારા દીવ ૧૩ મેગાવોટ ઇલેકિટસિટી ઝનરેટ કરે છે. છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલ દ્વારા અંદાજીત ૩ મેગાવોટ પાવર જનરેટ કરવામાં આવી રહ્યો છે જયારે સોલાર પ્લાન્ટમાંથી ૧૦ મેગાવોટ પાવર જનરેટ થઇ રહ્યો છે.

લાંબા સમયથી દીવના લોકો ગુજરાત સરકારની માલિકીની પાવર ગ્રીડથી લાઇટ મેળવતા હતા, જો કે સોલાર પ્લાન્ટ નખાવાથી પાવર ગ્રીડને મોટું નુકસાન થશે. સ્થાનિક પાવર કંપનીઓએ સોલાર પ્લાન્ટ દ્વારા વિજળી પેદા કરવાનું શરૂ કરતાની સાથે જ નોંધપાત્ર રીતે કેન્દ્રસાશિત પ્રદેશોના ઇલેકટ્રીક નુકસાનમાં ઘટાડો થયો છે.

દમણ અને દીવ ઇલેકિટ્રસિટી ડિપાર્ટમેન્ટના એકિઝકયુટિવ એન્જિીનયર મિલિન્દ ઇંગ્લેએ કહ્યું કે, 'દીવની વસતી માત્ર ૫૬૦૦૦ની છે. પાણી અને લાઇટ બાબતે આ પ્રદેશ ગુજરાત સરકાર પર નિર્ભર કરતો હતો. આ મર્યાદામાંથી બહાર નીકળવા માટે કેન્દ્રસાશિત પ્રદેશના એડમિનિસ્ટ્રેશને સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું હતું.' આગળ કહ્યું કે, 'દીવમાં ૭ મેગાવોટ વિજળીની માંગ હતી, હવે સોલાર પ્લાન્ટ દ્વારા જ દરરોજ ૧૦.૫ મેગાવોટ વિજળી પેદા કરવામાં આવી રહી છે. જે વિજળીની ડિમાન્ડથી વધારે છે.'

સોલાર પ્લાન્ટને કારણે સ્થાનિકોને લાઇટ બીલ મામલે પણ રાહત મળશે. તેમના માસિક ચાર્જમાં ૧૨ ટકા જેટલો ઘટાડો કરવામાં આવશે. પહેલાં ૧-૫૦ યૂનિટના સ્લેબ માટે યૂનિટદીઠ ૧.૨૦ રૂપિયા અને ૫૦-૧૦૦ યૂનિટ સ્લેબમાં યૂનિટદીઠ ૧.૫૦ રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. જો કે દીવમાં પાવર પ્લાન્ટ મારફતે ઇલેકિટ્રસિટી ઝનરેટ થવા લાગી છે ત્યારે ગોવા અને યૂનિયન ટેરેટરિઝના જોઇન્ટ ઇલેકિટ્રસિટી રેગ્યુલેટરી કમિશનરે ૦-૫૦ યૂનિટવાળો સ્લેબ હટાવી કાઢ્યો છે. હવે તેમણે સ્લેબ રિવાઇઝ કરી ૧-૧૦૦ યૂનિટ પર યૂનિટદીઠ ૧.૦૧ ચાર્જ વસુલવાનું નક્કી કર્યું.

(9:56 am IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST