Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દેશના સ્‍ત્રી-પુરૂષની સમાનતા માટે સામાજિક અને જન આંદોલન કરવાની જરૂરઃ રાજસ્‍થાનના ઝુનઝનુમાં નરેન્‍દ્રભાઇ મોદીનું પ્રવચન

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજસ્થાનના ઝુનઝનુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમને સંબોધન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઝુનઝનુમાં રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરાવી છે.

કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દિકરી બોઝ નહીં પરિવારની આન બાન અને શાન છે. અમારી સરકારે હરિયાણામાં બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન લોન્ચ કર્યું. જેનું પરિણામ હરિયાણામાં મળ્યું છે. આજે દેશમાં મહિલાઓ પોતાનું નામ રોશન કરી રહી છે. આજે દેશમાં સ્ત્રી-પુરુષની સમાનતા માટે સામાજિક અને જનઆંદોલન કરવાની જરૂર છે.  ઝુનઝનુમાં રેલીને સંબોધિત કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજસ્થાનના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. તો વળી કાર્યક્રમમાં કેન્દ્રીય બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ સરકારની કામગીરીની ગણના કરવા હતી.

(8:39 pm IST)